આ તારીખે ચંદ્ર વાદળોમાં ઢંકાયો તો ગુજરાતમાં 100 ટકા મોટી આફત! અંબાલાલની `તોફાની` આગાહી

Thu, 12 Sep 2024-7:47 pm,

ભાદરવી પૂનમનો મેળો પણ વરસાદની ભેટ ન ચડે તેવી ચિંતા હવે યાત્રિકોમાં પેસી ગઈ છે. બનાસકાંઠા અને મહેસાણામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફ શૉર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે પણ શું કહ્યું તે ખાસ જાણો. ગુજરાત પર એક સાથે 3-3 તોફાની સિસ્ટમ સક્રિય થઈ છે. જો આ તારીખે ચન્દ્ર વાદળોમાં ઢંકાયો તો ગુજરાત પર આવી શકે છે અણધારી આફત.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલમાં ખતરનાક બની છે. જે આગામી બેથી 3 દિવસમાં ભારે વરસાદ વરસાવી શકે છે જોકે, ગુજરાત આ ખતરાથી મુક્ત રહેશે. ગુજરાતમાં ફક્ત આની અસર જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે. એકાદ બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચે એવી શક્યતા છે.

વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા ૨૦મી સુધી સારો વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં ૫૦ ટકા વરસાદની ઘટ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદની ઘટ ૯ ટકા ઘટીને ૪૧ ટકાએ પહોંચી છે, જેમાં ગુજરાતમાં સામાન્ય કરતાં ૪૪ અને સૌરાષ્ટ્રમાં ૩૭ ટકા ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ ૮થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાને અંતે વરસાદની ૨૫ ટકા ઘટ રહેવાની શક્યતા છે. 

13 સપ્ટેમ્બરથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે છે, આ નક્ષત્રની કેવી અસર થશે? તે અંગે આગાહી સામે આવી છે. આ નક્ષત્રમાં વરસતો વરસાદ ઝેરી હોવાની આગાહી રમણીક વામજાએ કરી છે. ઝેરી વરસાદ થવાથી પાક પર વિપરીત અસરો થઇ શકે તેમ જણાવ્યું હતું. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ઝેરી વરસાદ વરસે છે, તેને લઇ પાક તેમજ બાગાયતી પાક પર પણ વિપરીત અસર થઇ શકે છે. હાલ મગફળી, કપાસ, ધાન્ય પાકોની સાથે સીતાફળ, રેમજ, ચીકુના પાક પર અસર જોવા મળી શકે છે. કેમ કે, આ નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે.

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 2 દિવસ અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભરે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, મેહસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા અને પંચમહાલમાં ભારે વરસાદ વરસી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,વલસાડ, નવસારી, તાપી, ડાંગ,દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.   

અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.  ઓફ શૉર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશ અને ડિપ્રેશનના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, 22 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ બનતા 25મી સુધી વરસાદી માહોલ રહેવાની વકી છે. ઉપરાંત આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે તેથી આ ચોમાસું અનોખું છે. એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસું ક્યારે વિદાય લેશે તે કહેવું તો અત્યારે કઠિન છે. હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, વરસાદ બંધ થવાની સાથે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link