CM રૂપાણીએ જે બૂક ફેરનું ઉદઘાટન કર્યું, ત્યાં પાખંડી બાબા આસારામને સ્ટોલ ફાળવાયો

Wed, 28 Nov 2018-9:38 am,

શિયાળાની મોસમમાં દરેકના ઘરે વસાણાા બને છે. નવગુજરાત સમયની આ માહિતી મુજબ, અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં રૂપા હાથણી માટે વિવિધ જાતના મસાલાવાળા લાડુ ખવડાવીને તેને ઠંડીથી અસરથી બચાવવાનો પ્રયાસ કરાય છે. 

સુરતમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સંદેશના અહેવાલ મુજબ, સુરત સિવિલ હોસ્પિટલના તબીબીઓ મૃત જાહેર કરેલ 2 વર્ષના દીકરાને જીવતો કરવા પિતા તેને મંદિર લઈ ગયા હતા. અંધશ્રદ્ધાનો આ કિસ્સો વાયુવેગે સુરતમાં પ્રસરાઈ ગયો હતો.  

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, રાજકોટ શહેરમાંથી અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મુસાફર રીક્ષામાં દાગીના ભરેલો થેલો ભૂલી ગયો હતો. આવામાં પોલીસે માનવતા દાખવીને તેની મદદ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘણી મહેનત કરીને શિક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો અને મુસાફરને તેની થેલી પરત આપી હતી. આ કામમાં રસ્તા પર લગાવાયેલા સીસીટીવી આઈવે પ્રોજેક્ટ મારફતે પોલીસે અનોખુ કામ કર્યું હતું.  

લાઈફસ્ટાઈલ બદલાતા લોકોની હેલ્થ પર ઉંડી અસર પડી છે. તેનું સૌથી મોટું પરિણામ એ આવ્યું છે કે, લોકો બેઠાડુ જીવન જીવતા થઈ ગયા છે, અને તેને કારણે તેઓ મેદસ્વીતાનો ભોગ બની રહ્યા છે. દિવ્ય ભાસ્કરમાં આપેલી માહિતી મુજબ, રાજ્યના ઉદ્યોગકારોમાં 10 વર્ષમાં મેદસ્વીતાના પ્રમાણમાં 75 ટકા જેટલો વધારો થયો છે. જેમાં 60થી 65 ટકા મહિલાઓ અને 40 ટકા પુરુષો તેનો ભોગ બન્યા છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link