વડોદરાના લક્ષ્મીવિલા પેલેસ ખાતે યોજાશે એશિયાનો સૌથી મોટો વિંટેજ કાર-શો, નવાબની કાર-જીપ હશે આકર્ષણનું કેન્દ્ર

Wed, 04 Jan 2023-9:14 pm,

આગામી 6, 7, અને 8 એમ ત્રણ દિવસ માટે ગુજરાતના વડોદરા શહેરના લક્ષ્મીવિલા પેલેશ ખાતે એશિયાનો સૌથી મોટો વિંટેજ કાર-શો યોજાવા જઈ રહ્યો છે. આ વિંટેજ કાર-શોમાં સુરતના પાલનપુરના રહીશ એડવોકેટ કપીલ આર. આહિરની મૂળ માલિકીની વીલીસ સ્લેટ ગ્રીન (એમ.બી) અને ફોર્ડ કંપનીની એમ બે જીપકાર છે. આ બન્ને કારને સચિનના નવાબ ફૈસલખાન દ્વારા રીસ્ટોર કરાઈ છે. જેમાં તેમની ટીમના અલગ-અલગ પાંચ વ્યક્તિઓ 7વર્ષથી મહેનત કરી રહ્યાં હતાં. 

નવાબ ફૈસલખાન જણાવે છે કે આ જીપકારનો ઉપયોગ સેકન્ડ વર્લ્ડ વોરના સમયે 1941થી 1945 દરમિયાન યુ.એસ આર્મી (ડિફેન્સ) દ્વારા કરાતો હતો અને આ જીપકારને વીલીસ અને ફોર્ડ બે કંપનીઓ બનાવતી હતી. પાંચ વર્ષ ચાલેલાં વર્લ્ડ વોરમાં આ બન્ને કંપનીઓએ 5.70 લાખ જેટલી આ મોડેલની કારો બનાવી હતી, જેની ખાસીયત પણ અનેક ઘણી છે. પાંચ વર્ષ બાદ આ જીપનું મેન્યુફેક્ચર બંધ કરી દેવાયું હતું. ત્યારબાદ કારના રસીયાઓએ કારને ઐતિહાસિક વાહન તરીકે વસાવ્યું હશે. તેમાંની આ જીપને આજે રીસ્ટોર કરવામાં સાત વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. 

આ કારમાં જે સામાન હોવો જોઈએ તે જ નાંખવામાં આવ્યો છે, જે સામાન યુ.એસ કંપનીનો હતો તેને ત્યાંથી જ ઈમ્પોર્ટ કરાયો છે અને સ્વાભાવિક છે કે આટલાં સમય સુધી જ જવલ્લે જ કોઈ પાસે જૂની ગાડીઓનો સામાન હોઈ શકે! 

નોંધનીય છે કે સચિનના નવાબ ફૈસલખાન પાસે વિંટેજકારોનું મોટું કલેક્શન છે. ગાડીઓના શોખીનની શ્રેણીમાં આવતાં નવાબફૈસલખાનના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ બન્ને જીપ તૈયાર કરવામાં આવી છે. જેમાં મુખ્ય ફોરમેન તરીકે 82વર્ષીય મુર્તુજા મલેક અને તેમના સાથી મિત્રો પૈકી શોહેલ શેખ, અફઝલ શેખ, આસીફ શેખ, વસીમ શેખ અને યુનુસ પઠાણનો સિંહફાળો રહ્યો છે. 

1941થી 1945 દરમિયાન વપરાયેલી આ જીપકારની ખાસીયત પાંચ વર્ષ ચાલેલાં આ સેકન્ડ વર્લ્ડ વોરમાં વપરાયેલી આ જીપકારની ઓરીજનલ ડિઝાઈન વીલીસ કંપનીની છે. યુ.એસ આર્મીના ઓર્ડર મુજબ આ સેમ ડિઝાઈન યથાવત રાખીને ફોર્ડ કંપનીએ પણ આ જીપ બનાવી હતી. આ કારમાં માત્ર 3 ગીયર્સ, લેફ્ટ હેન્ડ સ્ટેયરીંગ, સ્પેશિયલ વાયરલેશ સેટ, એન્ટિ એરક્રાફ્ટ ગન, વીંચ સીસ્ટમ (1100 કિલોગ્રામ વજન ખેંચી શકે તેટલો પાવર એન્જિન જનરેટ કરે છે), લેથ મશીન સિસ્ટમ, કોમ્બેડ વ્હીલ રીમ્સ-મીટર ગેજ ટ્રેન (જીપના ટાયર કાઢી નાંખી તેને ટ્રેનના ટ્રેક ઉપર પણ દોડાવી શકાય તેવી ડિઝાઈન વ્હીલ રીમની છે. 4 સિલિન્ડર યુક્ત પેટ્રોલ એન્જિન 57 એચ.પી જનરેટ કરે છે. આ જીપકારમાં માત્ર 6 વોટ્સ બેટરીનો ઉપયોગ થાય છે. ફોરવ્હીલ એન્જિન અને ફોરવ્હીલ બ્રેક ધરાવતી આ કાર કલાકના 60 માઈલ્સ એટલે 100 કિલોમીટરની ઝડપે ચાલે છે.

રાત્રિ સમયે આ જીપકારને ચલાવવા માટે કંઈક અલગ ટ્રીક અપનાવાતી વર્લ્ડ વોર સમયે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે એકીસાથે મોટી સંખ્યામાં આ જીપકાર જરૂરી સામાન સાથે રાત્રિ સમયે નિકળતી હતી. કાદવ કિચડમાં કાર ફસાઈ ન જાય તે માટે સ્પેશિયલ ચેઈન ટાયર ઉપર લાગતી હતી. એર સ્ટ્રાઈકના સમયે રાત્રિના અંધારામાં દુશ્મનોને ગાડીઓની ભનક પણ ન લાગે તે માટે લાંબી હરોળમાં ચાલતી પ્રથમકાર જ હેડલાઈટનો ઉપયોગ કરતી બાકી બધી જીપકાર કેટ્સ આઈ લાઈટ્સનો ઉપયોગ કરતી. 

કેટ્સ આઈ લાઈટમાંથી માત્ર ત્રણ કિરણો નિકળતાં જે આગળ ચાલતી જીપની પાછળ લાગેલી લાઈટ રીફલેક્ટરના અંદાજે ચાલતી હતી. આ ગાડીમાં પેટ્રોલ ટેંક બરાબર સીટની નીચે ગોઠવવામાં આવી છે. વળી પેટ્રોલ ટેંકની આજુબાજુનો અમુક હિસ્સો પાણીથી ભરેલો રખાતો જેથી રણની ગરમીમાં આ પાણી પેટ્રોલ ટેંકને સામાન્યત: ઠંડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું.

મુબારક બાદ સચિન  4થી જાન્યુઆરી-2023નાં રોજ નવાબ ફૈસલખાનના બંગલેથી આ બન્ને વિંટેજ કાર એક્ઝિબિશનમાં રેમ્પ વેહીકલ દ્વારા મોકલાશે. આ કાર 5મીનાં રોજ બરોડથી સ્ટેચ્યુ ઓફ લીબર્ટી ખાતે મોકલાવાશે અને સાંજે પરત ફરી તા.6થી 8 દરમિયાન એશિયાના વિંટેજ કાર-શોમાં પ્રદર્શિત પણ કરાશે. આ કારને બનાવવામાં તન-મનથી લાખ્ખો ખર્ચી ટીમની મહેનતથી તૈયાર કરી છે. સચિનના ખજાનામાં આવી તો અનેકકારો નવાબ ફૈસલખાન પાસે છે જે સમગ્ર સચિન માટે ગર્વની વાત છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link