Astro Tips: એક સાંધો અને તેર તૂટે એવી સ્થિતિ હોય ઘરે લાવો આ 5 વસ્તુઓ, લક્ષ્મીજી કરશે ધનવર્ષા
ઘરમાં તુલસીનો છોડ રાખવો શુભ ગણવામાં આવે છે. હિંદુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. જો તમે ઇચ્છો છો કે ઘરમાં ધન ખૂટે નહી તો તુલસીનો છોડ લગાવો અને સાંજના સમયે દીવો જરૂર પ્રગટાવો.
ઘરમાં સાવરણી રાખવી શુભ ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી તે ઘરમાં વાસ કરે છે જ્યાં સાફ સફાઇનું ધ્યાન રાખવામાં આવે છે. આ કારણે ઘરમાં સાફ સફાઇ રાખો અને નિયમિતરૂપથી ઝાડુ લગાવો.
આર્થિક મુશ્કેલીઓનો દૂર કરવા માટે ઘરમાં કાચબો રાખો. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં કાચબો રાખવાથી આર્થિક સ્થિતિ યોગ્ય બની રહે છે. ધાર્મિક શાસ્ત્રોના અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર ગણવામાં આવે છે. ઘરમાં કાચબાને ઉત્તર દિશામાં રાખવામાં આવે તો જલદી ફાયદો જોવા મળે છે.
ઘરમાં શ્રીયંત્ર રાખવું ખૂબ શુભ ગણવામાં આવે છે. શુક્રવારના દિવસે નિયમિત રૂપથી તેની પૂજા કરો. આમ કરવાથી ઘનની દેવી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. કહેવામાં આવે છે કે ઘરમાં શ્રી યંત્ર રાખવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
ઘરમાં ગોમતી ચક્ર રાખવું શુભ ગણવામાં આવે છે. આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે 11 ગોમતીચક્ર લઇને આવો અને પીળા કપડાં લપેટીને તિજોરીમાં મુકી દો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને ધન ખૂટતું નથી.