એક દિવસ બાદ બુધ ઉદયથી આ રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ
Astrology : વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ 9 ગ્રહમાં સૌથી નાનો છે, પરંતુ તે ઝડપથી ચાલે છે. બુદ્ધ વાણી અને બિઝનેસ ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
હવે 10 મે 2023ના બુધ ઉદય થશે. જેનાથી ચાર લોકોને આર્થિક લાભ મળશે. બુધ ઉદયથી આ જાતકોની મનોકામના પૂર્ણ થશે.
તમારા 11માં ભાવમાં બુધનો ઉદય થવાનો છે. જે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે. તમારા અટવાયેલા કામ પૂરા ખશે. છતાં તે તમારી કુંડળીમાં બુધની સ્થિતિ પર નિર્ભર કરશે કે તમને બુધ ઉદય કેટલો ફાયદો કરાવશે. તમને કોઈ મોટી કંપનીમાં નોકરીની ઓફર મળી શકે છે. વર્તમાનમાં જ્યાં કામ કરો છો ત્યાં પ્રમોશન મળી શકે છે.
9માં ભાવમાં બુધનો ઉદય તમારા માટે શુભ રહેશે અને બિઝનેસમાં ફાયદો થશે. તમારો પગાર વધશે અને પ્રમોશન મળવાની પણ સંભાવના છે. તમને ભાગ્યનો સાથ મળશે. વિદેશ યાત્રાનો પણ યોગ બની રહ્યો છે.
તમારા ત્રીજા ભાવમાં બુધનો ઉદય થશે. જે લોકો વર્ષોથી મહેનત કરે છે તેને ફળ મળવાનો સમય આવી ગયો છે. ઓફિસમાં તમારી ઓળખ થશે અને કરિયરમાં પ્રગતિ થશે. પરંતુ કેટલીક એવી યાત્રા થશે જેનાથી તમને મુશ્કેલી આવી શકે છે. બિઝનેસમાં ફાયદો થશે અને મોટી ડીલ થવાની સંભાવના છે.
તમારા બીજા ભાવમાં બુધ ઉદય તમને આર્થિક બળ આપશે. જે લોકો વેપાર કરે છે, બુધનો ઉદય તેમના માટે લાભદાયી સોદો સાબિત થશે. તમારા દુશ્મનો હાર સ્વીકારશે. તમે આ સમય દરમિયાન કમાણી પણ કરશો અને ભૌતિક સુખ-સુવિધાઓનો પણ આનંદ માણી શકશો. બસ તમારી વાણી મધૂર રાખો.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી