Astro Tips: રાશિ અનુસાર કરો પોતાની ગાડીની પસંદગી, જીવન પર પડશે સકારાત્મક પ્રભાવ
જ્યોતિષ શાસ્ત્રમાં રાશિ અનુસાર રંગોની પસંદ કરવાની સલાહ આપવામાં આવી છે. મેષ રાશિના જાતક વાદળી, લાલ, કેસરી અથવા પીળા રંગની ગાડી ખરીદી શકે છે. તો બીજી તરફ વૃષભ રાશિના જાતકો માટે સફેદ અને લીલો શુભ ગણવામાં અવે છે. મિથુન રાશિના જાતક લાલ, લીલો, ક્રીમ અને ગ્રે કલરની ગાડી ખરીદી શકે છે.
કર્ક રાશિના જાતકો માટે લાલ, સફેદ અને પીળો રંગ ગણવામાં આવે છે. સિંહ રાશિના જાતક લાલ, કેસરી,પીળો, સફેદ, સલેટિયા, ગ્રે રંગની ગાડી ખરીદી શકે છે. અને કન્યા રાશિ માટે લીલા, વાદળી અને સફેદ રંગ ખરીદવો શુભ ગણવામાં આવે છે.
તુલા રાશિના લોકો માટે વાદળી, સફેદ, લીલો અને કાળો રંગ શુભ ગણવામાં અવે છે. તો બીજી તરફ વૃશ્વિક રાશિ માટે સફેદ રંગ શુભ ગણવામાં આવે છે. આ ઉપરાંત તમે પીળો, કેસરી અને લાલ રંગની ગાડી પણ લઇ શકો છો. જ્યોતિષ અનુસાર ધનુ રાશિના લોકો માટે લાલ, પીળો અને કેસરી રંગ શુભ ગણવામાં આવે છે.
જ્યોતિષીઓનું કહેવું છે કે મકર રાશિ માટે લીલો, પીળો, સ્લેટી, ગ્રે અને નારંગી શુભ ગણવામાં આવે છે. તે તેમાંથી કોઇપણ રંગનું વાહન ખરીદી શકે છે. તો બીજી તરફ કુંભ રાશિવાળા ગ્રે, સ્ટીલ, લીલો અને પીળા રંગને શુભ ગણવામાં આવે છે. મીન રાશિના જાતકો માટે સફેદ, કેસરી, લાલ, બ્રાઉન, સોનેરી અને પીળો રંગ ભાગ્યશાળી ગણવામાં આવે છે.