Texas માં ભયાનક અકસ્માત, હાઈવે પર 130 ગાડીનો ખુડદો બોલાયો, 6 લોકોના મોત, જુઓ PICS
અમેરિકાના ટેક્સાસના ફોર્ટ વર્થમાં ગુરુવારે ઘટેલી આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે ગાડીઓ એક બીજા પર ચડી ગઈ. અનેક કારો ટ્રકો નીચે દબાઈ ગઈ.
અધિકારીઓએ જણાવ્યું કે ટેક્સાસના ફોર્ટ વર્થમાં ઘટેલી દુર્ઘટના બાદ લગભગ બે કિલોમીટરથી વધુનો વિસ્તાર પ્રભાવિત રહ્યો.
ભીષણ દુર્ઘટના બાદ અનેક લોકો બર્ફીલા તોફાન વચ્ચે આખી રાત ફસાયેલા રહ્યા. બચાવ ટુકડીએ સવારે ટ્રાફિક સામાન્ય કર્યો.
બચાવ ટુકડીએ કારોમાં દબાયેલા લોકોને કાઢવામાં ખુબ જદ્દોજહેમત કરવી પડી. ફોર્ટ વર્થ ફાયર ચીફ જીમ ડેવિસે કહ્યું કે એવા અનેક લોકો હતા કે જેઓ પોતાની ગાડીઓમાં ફસાઈ ગયા હતા ્ને તેમે કાઢવા માટે હાઈડ્રોલિક બચાવ ઉપકરણોનો ઉપયોગ કરવો પડ્યો.
અધિકારીઓના જણાવ્યાં મુજબ ટેક્સાસમાં બરફના તોફાનના કારણે આવી ઘટનાઓ અનેક જગ્યાએ ઘટી છે.
અધિકારીઓએ જણાવ્યું કે હજુ દુર્ઘટનાની જાણ થઈ નથી પરંતુ કહેવાય છે કે આ ઘટના એક ટ્રકના ડાઉનહિલ સ્ટ્રેચ પર નિયંત્રણ ગુમાવ્યા બાદ થઈ છે. ટ્રેક બેકાબૂ થવાના કારણે કારો પરસ્પર ભીડી ગઈ.
મેડસ્ટેરના પ્રવક્તા મેટ જવાદસ્કીએ જણાવ્યું કે અકસ્માત બાદ ઓછામાં ઓછા 65 લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. જેમાંથી 36 લોકોને ઘટનાસ્થળથી હોસ્પિટલ એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાયા. આ ઉપરાંત અનેક લોકોને મામૂલી સારવાર બાદ જવા દેવાયા.