ક્યારેક જ દેખાય છે નદી વચ્ચે આ શિવલિંગ, જુઓ પૌરાણિક મંદિરની અદ્દભૂત તસવીરો

Thu, 23 Jun 2022-7:00 pm,

ભગવાન શિવના દેશભરમાં અનેક મંદિર છે. આ મંદિરોમાં શિવલિંગ રૂપી દેવોના દેવ મહાદેવ વિરાજમાન છે. ત્યારે ભગવાન શિવના દર્શન માટે ભક્તોમાં એક અલગ ઉત્સાહ અને ઉંમગ જોવા મળતો હોય છે. 

એવામાં પણ ભગવાન શિવના 12 મુખ્ય જ્યોતિર્લિંગ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાળેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, કાશી વિશ્વનાથ, ત્રંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર અને ગ્રિષ્ણેશ્વર મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

ગુજરાતના મહિસાગર જિલ્લામાં એક એવું પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં જવા માટે ભક્તોએ કડાણા ડેમની અંદર 2 કિમી જેટલું અંતર કાપી ગુફામાં આવેલા મહાદેવના શિવલિંગના દર્શન કરી શકે છે.

ZEE 24 કલાકની ટીમ આજે મહિસાગરના કડાણા ડેમ ખાતે પહોંચી હતી. જ્યાં કડાણા ડેમની તળેટીમાં ભગવાન શિવનું નદીનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર વર્ષો પુરાણું છે.

કહેવાય છે કે શિવજીનું આ અલૌકિક મંદિર 800 વર્ષ જુનું છે. કડાણા ડેમમાં પાણીની સપાટી ઘટતાં પાણીની અંદર ગુફામાં આવેલ મંદિર ખુલ્લુ થયું છે. પરંતુ કડાણા ડેમ બંધાવાથી પાણીમાં ડુબાણમાં ગયું હતું. 

હાલ જળસપાટી નીચી જતા નદીનાથ મહાદેવના દ્વાર ખુલ્લા થયા છે. ત્યારે ડુંગર વચ્ચે આવેલી ગુફામાં નાવડીઓ લઈને શિવભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે અને ભક્તોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

1973 માં કડાણા ડેમના બાંધકામ થતા આ મંદિર પાણીમાં સમાયુ હતું. જોકે, કડાણા ડેમના નિર્માણ પહેલા અહીંયા મહિપૂનમ, ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. પરંતુ ત્યાર બાદ ડેમના નિર્માણ થતાં ગુફામાં આવેલું નદીનાથ મહાદેવ મંદિર પાણીમાં વર્ષો સુધી ડૂબેલું રહે છે.

કડાણા જળાશયમાંથી ગુજરાત રાજ્યના 9 જિલ્લા માટે સિંચાઈના પાણીથી લઈને 156 ગામને પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ પાણીની સપાટી ફરી નીચી આવતા ડૂબાણમાં ગયેલુ મંદિર બહાર આવ્યું છે.

વર્ષો બાદ કડાણા ડેમમાં પાણીની સ્તર નીચું જતાં આ અલૌકિક અને પૌરાણિક પત્થરોની ગુફામાં આવેલ મહાદેવ મંદિર ફરી એકવાર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બની શિવ દર્શન માટે ઉમટી પડ્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link