કેમેરા સામે જ અતીક-અશરફની હત્યા, હત્યારાઓ પણ કેમેરામાં કેદ, જુઓ Photos
કોલ્વિન હોસ્પિટલ પાસે જ્યારે આ હુમલો થયો ત્યારે પોલીસની ટીમ અતીક અને અશરફને મેડિકલ કરાવવા લઈ જઈ રહી હતી. આ દરમિાયન ત્રણ ચાર હુમલાખોરોએ અચાનક ત્યાં પહોંચીને તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધુ. આ સમગ્ર હુમલાને પોલીસ સામે અંજામ અપાયો. અનેક મીડિયા પ્રતિનિધિઓ પણ ત્યાં હાજર હતા. ઘટના તેમના કેમેરામાં કેદ થઈ ગઈ.
મળતી માહિતી મજુબ પ્રયાગરાજની કોલ્વિન હોસ્પિટલમાં મેડિકલ કરાવવા પહોંચેલા અતીક અહેમદ અને અશરફ મીડિયા સાથે વાતચીત કરતા હતા અચાનક ત્યારે જ તેમના પર હુમલો થયો. ત્રણ યુવકોએ ફાયરિંગ કર્યું. લગભગ 10 રાઉન્ડ ફાયરિંગ થયું એવું જાણવા મળે છે.
હુમલાખોરો પહેલેથી ઘાત લગાવીને બેઠા હતા. અતીક અહેમદના માથામાં ગોળી મારવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોળી માર્યા બાદ હુમલાખોરોએ પોલીસ સામે સરન્ડર કરી દીધુ.
હુમલો થયો તે સમયે અતીક મીડિયાના સવાલોના જવાબ આપવા માટે આગળ વધ્યો હતો. ગુડ્ડુ મુસ્લિમને લઈને અતીક ફક્ત એટલું જ કહી શક્યો કે 'મેઈન બાત યે હૈ કી ગુડ્ડુ મુસ્લિમ' અને હુમલાખોરે માફિયાના માથામાં ગોળી મારી. એટલું જ નહીં અન્ય બે સાથીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું.
ત્યારબાદ હુમલાખોરોએ પોલીસ સામે હાથ ઉઠાવીને સરન્ડર પણ કરી નાખ્યું. હુમલો કરનારાના નામ લવલેશ તિવારી, સન્ની અને અરુણ મૌર્ય હોવાનું સામે આવ્યું છે.
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે આ ઘટના અંગે ટ્વીટ કરતા લખ્યું કે યુપીમાં અપરાધની પરાકાષ્ઠા થઈ ગઈ છે અને અપરાધીઓનો જુસ્સો બુલંદ છે. જ્યારે પોલીસના સુરક્ષા ઘેરા વચ્ચે જાહેરમાં ફાયરિંગ કરીને કોઈની હત્યા થઈ શકે તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું. આનાથી જનતા વચ્ચે ભયનું વાતાવરણ બની રહ્યું છે. એવું લાગે છે કે કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ બનાવી રહ્યા છે.
અશરફ અને અતીક અહેમદની હત્યા બાદ પ્રયાગરાજના અનેક વિસ્તારોમાં પથ્થરબાજી શરૂ થઈ ગયાના અહેવાલો છે.