Car Insurance New Policy: જેટલી કાર ચલાવો, એટલું જ ભરો પ્રીમિયમ, લોન્ચ થઇ ગજબની ઓટો પોલિસી
વિમા કંપનીઓ તરફ લાવવામાં આવેલી પોલિસી Pay as you drive એટલે જ્યારે કાર ચલાવો તો ભરો પ્રીમિયમ, પોતાનામાં એકદમ યૂનિક છે. વિમા પોલિસી હેઠળ ગ્રાહકોને તે સમયે પ્રીમિયમ ભરવ માટે કહેવામાં આવે છે. જ્યારે તે પોતાની કારનો ઉપયોગ કરી રહ્યા હોય છે, એટલે કે જ્યારે તમે કાર ડ્રાઇવ માટે નિકળો છો ત્યારે પ્રીમિયમ ભરો.
અત્યારે આપણે આખા વર્ષ માટે કારની પોલિસી લઇ લઇએ છીએ. પરંતુ તેમાં ગ્રાહકો પાસે વિકલ્પ હશે કે તે પ્રીમિયમ કસ્ટમાઇઝ કરી શકે છે. એક રેગુલર મોટ ઇંશોરન્સ પોલિસીમાં, ગ્રાહકોને કાર મોડલના આધારે પ્રીમિયમનું પેમેન્ટ કરવું પડે છે. પરંતુ અહીં ગ્રાહક પોતાની જરૂરિયાતો અને ગાડી ચલાવવાની આદતોને જોતાં પ્રીમિયમનું પેમેન્ટ કરવાનો ઓપ્શન હશે. તેનો અર્થ એ થયો કે તમારી કાર કેટલા કિલોમીટર ચાલી છે, તે મુજબ તેનું પ્રીમિયમ નક્કી થશે.
ઇંશોરન્સ રેગુલેટર IRDAI એ પણ વિમા કંપનીઓને અવી પ્રોડક્ટ લાવવા માટે કહ્યું છે. હાલ Bharti Axa General, Go Digit, TATA AIG, ICICI Lombard, Edelweiss જેવી વિમા કંપનીઓ આવી પ્રોડક્ટ લાવી રહી છે.
આ સ્કીમ હેઠળ એક ગ્રાહક આ પહેલાં નક્કી લે છે કે તેની કાર વર્ષમાં કેટલા કિલોમીટર ચાલશે. તે મુજબ જ પ્રીમિયમ નક્કી થાય છે. ગ્રાહકો પાસે 2500 કિલોમીટર, 5000 કિલોમીટર, અને 7500 કિલોમીટર ત્રણ સ્લેબ મળે છે. જેમાંથી તે સિલેક્ટ કરી શકે છે. જો તમે સિલેક્ટ કરેલા સ્લેબથી વધુ કાર ચલાવો છો તમારે તેને ટોપ-અપ કરી શકો છો.
Edelweiss SWITCH એ એપ પર ઓટો ઇંશ્યોરન્સ પોલિસી Edelweiss SWITCH ની જાહેરાત કરી છે. ગ્રાહક જ્યારે ઇચ્છે પોલિસીને ચાલુ અને બંધ કરી શકે છે. કંપનીના એક નિવેદનમાં કહેવમાં આવ્યું છે કે તેમાં ઇંશ્યોરન્સની ગણતરી ડ્રાઇવરની ઉંમર અને તેના અનુભવ આધારે કરવામાં આવે છે. જોકે ગાડીમાં આગ અથવા ચોરી થતાં આખું વર્ષ ઇંશોરન્સ કવર મળશે. ભલે તે સમયે પોલિસી ઓફ હોય.
તેમાં એક ડિવાઇસ સાથે કારને લિંક કરવામાં આવે છે. તેનાથી લિંક થતાં પોલિસી એક્ટિવ થઇ જાય છે. આ ડિવાઇસને પુરી પોલિસી દરમિયાન રાખવી પડે છે. તેનાથી ગાડીના માલિકને ડ્રાઇવિંગ વર્તન ખબર પડે છે. તેનાથી એક ડેટા તૈયાર થાય છે જેના મુલ્યાંકનના આધારે પોલિસી હોલ્ડર્સને નંબર આપવામાં આવે છે. Tata AIGની આ પોલિસીમાં પોલિસી હોલ્ડર્સ 2500 કિલોમીટરથી લઇને 20,000 કિલોમીટર સુધી અલગ-અલગ પેકેજ લેવાની સુવિધા મળે છે.