નવા વર્ષમાં લોન્ચ થઇ શકે છે 7 સીટર WagonR, જાણો કેટલી છે કિંમત
મારૂતિ સુઝુકીની મનપસંદ હેચબેક કાર વેગેનાઆર (WagonR) નવી ડિઝાઇન અને પહેલાથી વધારે સ્પેસની સાથે ઇન્ડિયન માર્કેટમાં આવવાની આશા છે. થોડા દિવસો પહેલા એમપીવી સુઝુકી સોલિયોનું ટેસ્ટિંગના દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી. અત્યારે સુઝુકીની આ કાર જાપાનમાં ચાલી રહી છે. ચર્ચા ચાલી રહી છે આ કારને ભારતીય માર્ટેકમાં 7 સીટર વેગેનઆર તરીકે લોન્ચ કરી રહી છે. જોકે આ વિશે હાલમાં કોઇપણ પ્રકારની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ વચ્ચે એવા પણ સમાચાર આવ્યા હતા કે મારૂતિ ઓક્ટોબર 2020થી તેમની મનપંસદ કાર ઓમનીનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવશે. ઓક્ટોબર 2020થી ભારત ન્યૂ વ્હીકલ્સ સેફ્ટી એસેસ્મેન્ટ (BNVSAP) લાગુ થશે. તે સમયે મારૂતિ તેમની આ કારનું ઉત્પાદન બંધ કરી દેશે. મારૂતિ સુઝુકી ઇન્ડિયા (MSI)ના ચેરમેન આરસી ભાર્ગવે કહ્યું કે કંપનીના પસંદગીના મોડલ સુરક્ષાના માપદંડો પર ઉતરી શકશે નહીં. તેમાં મારૂતી ઓમાની પણ શામેલ છે.
મીડિયા રિપોટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે કે નવી વેગનઆર ઓમની અને ઇકો કોરની રિપ્લેસ કાર છે. તેના પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે ઓમની અને ઇકો બન્ને કાર ભારત એનસીપીએ ટેસ્ટમાં પાસ થઇ ન હતી. એવામાં કંપનીની તરફથી આ આ કારને ઓપ્શન તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે ઇકો અને ઓમનીના 15 હજાર યૂનિટનું વેચાણ થઇ રહ્યું છે. એવામાં આશા છે કે જાપનમાં વેચાણવાળી સોલિયોને ભારતમાં 7 સીટર વેગેનઆરના રૂપમાં મુકી શકે છે.
સોલિયોની બનાવટ ઘણી મજબૂત છે અને તેમાં સેફ્ટી ફિચર્સના રૂપમાં એરબેગ, એન્ટી બ્રેકિંગ સિસ્ટમ (ABS) વગેરે આપવામાં આવ્યા છે. સંભાવના છે કે સોલિયો પર આધારીત 7 સીટર કારને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ પણ આશા છે કે 7 સીટર વેગનઆર તેના પર આધારિત છે. 7 સીટવાળી વેગનઆરને પહેલા કરતા વધારે સ્પેસ અને દમદાર એન્જિન સાથે તૈયાર કરવામાં આવી છે. આશા છે કે વર્ષ 2019ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
નવી વેગનઆરમાં 1.2 લીટરનું 3 સિલેન્ડરવાળું પેટ્રોલ એન્જિન હશે. 3 સિલિન્ડરવાળું એન્જિન 84bhp પાવરની સાથે 115nm ટોર્ક જનરેટ કરે છે. 5 સ્પીડ મેન્યુએલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બન્ને ઓપ્શન્સ સાથે આ કરા બજારમાં મળશે. કંપની નવી વેગનઆરની સાથે CNG ઓપ્શન પણ આપી શકે છે. મારૂતિ વેગનઆર 3 વેરિએન્ટમાં લોન્ચ થઇ શકે છે. તેના ત્રણ વેરિએન્ટ R બેઝ, R ટોપ અને R સીએનજી હોઇ શકે છે. આ ઉપરાંત WagonR CNG અને LPG ફ્યૂલ મોડ ઓપ્શન પણ મળી શકે છે.
કંપની 7 સીટરની શરૂઆતની કિંમત 5.2 લાથ રૂપ્યા રાથી શકે છે. દિલ્હીમાં R બેઝની એક્સ શોરૂમ અનુમાનિત કિંમત 5.2 લાખ રૂપિયા, R ટોપની 6.5 લાખ રૂપિયા અને R સીએનજીની કિંમત 6.3 લાથ રૂપિયા હોઇ શકે છે. વેગનઆર 7 સીટર લિમેટેડ એડિશનમાં કારની બોડી ગ્રાફિક્સ નવું આપવામાં આવ્યું છે. સાથે જ કીલેસ એન્ટ્રીની સાથે સેન્ટ્રલ લોકિંગ, સિક્યોરિટી એલાર્મ, ડ઼્યૂઅલ ટોન ડેશબોર્ડ, બ્લૂટૂથની સાથે ડબલ ડિન સ્ટિરિયો, પ્રિમિયમ સીટ ફેબ્રિકની સાથે રિયર પાવર વિંડો. તેના ફ્રન્ટ અને બેક દેખવા પર જૂની વેગેનઆર જેવી જ હતી.
મારૂતિ વેગનઆરની એમપીવી વેગેનઆર પ્લેટફોર્મ પર આધારિત હશે. તેમાં મારૂતિ સુઝુકીની નવી ડિઝાઇનિંગ એલિમેન્ટ્સ જોવા મળશે. હાલમાં વેગનઆરની સરખામણીએ આ લાંબી અને પહોંડી હશે. નવી વેગેનઆરમાં 14 ઇંચના અલોય વ્હીલ, રેગ્યુલર હેલોજન હેડલેમ્પ, અને રૂફ રેલ્સ જેવા ધણા ફિચર્સ હોય શકે છે. નવી કારની અંદર 3 રો સીટિંગની વ્યવસ્થા હશે.