Health Tips: જમ્યા બાદ ભૂલેચૂકે આ 5 કામ ન કરતા, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે
તમે અનેકવાર જોયું હશે કે કેટલાક લોકો ભોજન કર્યા બાદ ચા કોફી પીતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે તે કેટલું નુકસાનકારક બની શકે છે. ભોજન કર્યા બાદ ચા કોફી પીવાથી અપચાની સમસ્યા થઈ શકે છે. ભોજન કર્યા બાદ તરત તમે હર્બલ ટી પી શકો છો.
અનેક લોકોને ભોજન કર્યા બાદ ગળ્યું ખાવાનો શોખ હોય છે. ભોજન કર્યા બાદ ગળ્યું ખાવાથી તમારું શુગર લેવલ તરત વધી શકે છે. ખાવાનું ખાધા બાદ ગળ્યાનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. તમને જો ગળ્યું કઈ ખાવું જ હોય તો ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો.
જમ્યા બાદ ફળ અને જ્યૂસનું સેવન કરવાથી બચવું જોઈએ. જમ્યા બાદ ફળ અને જ્યુસનું સેવન ન કરવું કારણ કે જો આમ કરવામાં આવે તો તમને ખાવાનું પચાવવામાં મુશ્કેલી થઈ શકે છે.
ભોજન કર્યા બાદ ઊંઘ આવે એ સામાન્ય વાત છે. પરંતુ ખાવાનું ખાધા બાદ તરત સૂઈ જવું એ ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આમ કરવાથી એસિડ રિફ્લેક્સ થઈ શકે છે અને અપચાની સમસ્યા થઈ શકે છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી પીવું જરૂરી છે. આખા દિવસમાં યોગ્ય પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ. જમ્યા બાદ બહુ પ્રમાણમાં પાણી પીવાથી બચવું જોઈએ.