અક્ષર પટેલના માતા-પિતા નહોંતા ઈચ્છતા કે પુત્ર ક્રિકેટ રમે, જાણો જીદ્દ કરીને આ ગુજ્જુ બોયે કઈ રીતે બનાવી જિંદગી!
ગુજરાતના નડિયાદ શહેરનો રહેવાસી અક્ષર પટેલ હાલ ટીમ ઈન્ડિયાની શાન બની ગયો છે. કુંબલે અને હરભજન જેવા સ્પીનર્સના ગયા બાદ આર.અશ્વીનનું નામ સ્પીનર તરીકે આગળ રહેતું હતું. જોકે, ત્યાર બાદ યજુવેન્દ્ર ચહલ અને ગુજ્જુ બોય અક્ષય પટેલે પોતાની અદભુત રમતથી દુનિયાભરમાં ક્રિકેટ પ્રેમીઓને પ્રભાવિત કર્યા છે.
અક્ષર પટેલના પિતાને એન્જીનિયર બનાવવા માંગતા હતાં. જોકે, તેમના દિકરાના મનમાં તો પહેલાંથી જ ક્રિકેટનું ઝૂનૂન હતું. માતા પણ અક્ષરના ક્રિકેટ પ્રેમથી વધારે ખુશ નહોંતી. જોકે, ખેડા જિલ્લા ક્રિકેટના સચિવ અને સહસચિવ રહેલા સંજયભાઈએ અક્ષર પટેલના માતા-પિતાને મનાવ્યા અને તેની ક્રિકેટ કરિયર આગળ વધી.
વર્ષ 2012માં રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાં પહેલીવાર રમવા ઉતરેલાં અક્ષર પટેલે જૂન 2014માં પહેલીવાર ભારતીય ટીમની જર્સી પહેરી. અક્ષરે ઢાકામાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું. ત્યાર પછી તેણે જુલાઈ 2015માં પોતાનું ટી-20 ડેબ્યુ પણ કર્યું.
એક ઈન્ટરવ્યૂમાં અક્ષરે જણાવ્યુંકે, પહેલાં તેમના માતા-પિતા તેની ક્રિકેટ પ્રત્યેની વધુ પડતી રૂચિને કારણે ચિંતિંત હતાં. જોકે બાદમાં જે રીતે તેણે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવીને જે સિદ્ધિઓ હાંસલ કરી તેનાથી તેના માતા-પિતા હાલ ખુબ જ ખુશ છે.
વેસ્ટઈન્ડિઝની ટીમને એકલા હાથે હારનો સ્વાદ ચખાડનાર અક્ષર પટેલ મુળ ગુજરાતનો વતની છે. અક્ષર પટેલનો 20 જાન્યુઆરી 1994ના રોજ આણંદમાં જન્મ થયો છે.
અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાનો એક સફળ ઓલરાઉન્ડર ગણાય છે. અક્ષર લેફ્ટી સ્પિન બોલિંગની સાથે સાથે સારી બેટિંગ પણ કરી શકે છે. તેમજ ન્યૂટ્રિશ્નિસ્ટ અને ડાયાટિશિયન એવી મેહા સાથે અક્ષર પટેલે સગાઈ કરી છે. અક્ષર પટેલે પોતાના 28મા જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહા સાથે ખુબ જ રોમેન્ટિક અંદાજમાં સગાઈ કરી દીધી હતી. અક્ષર પટેલ અને મેહાએ સોશિયલ મીડિયામાં આ અંગે પોસ્ટ કરીને પોતાના ફેન્સને ખુશખબર આપી હતી. તમને જણાવી દઈએ કે, મેહાએ હાથ ઉપર અક્ષરના નામનું ટેટૂ પણ કરાવ્યું છે.
અક્ષર પટેલે બાંગ્લાદેશ સામે 15 જૂન 2014ના રોજ વનડે મેચ રમીને પોતાના કરિયરની શરૂઆત કરી. ટ્વેન્ટી - ટ્વેન્ટી ક્રિકેટ કરિયરની શરૂઆત 17 જૂલાઈ 2016માં ઝિમ્બાબ્વે સામે કરી હતી. 2021માં અક્ષર પટેલ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં 11 વિકેટ લેનારા પહેલા બોલર બન્યા હતા. અને અક્ષર પટેલે આ સિદ્ધિ ઈંગ્લેન્ડ સામે અમદાવાદમાં મેળવી હતી.