Photos: ચા પીવડાવનાર મીરા માંઝીને પીએમ મોદી મોકલી ભેટ, પત્રમાં લખી ખાસ વાત

Wed, 03 Jan 2024-11:19 pm,

PM Narendra Modi Letter: પોતાના અયોધ્યા પ્રવાસ પર મીરા માંઝીને મળ્યા બાદ પીએમ મોદીએ હવે તેમને પત્ર લખ્યો છે અને તેમના પરિવાર સાથે ભેટ પણ મોકલી છે. ભેટમાં એક ચા-સેટ, ડ્રોઈંગ બુક સામેલ છે.

 

 

આ સાથે પીએમ મોદીએ પોતાના પત્રમાં લખ્યું- શ્રીમતી મીરા દેવી જી, તમારા અને પરિવારના બધા સભ્યોને નવા વર્ષ 2024ની હાર્દિક શુભકામનાઓ. પ્રભુ શ્રીમ રામની પાવન નગરી અયોધ્યામાં તમે અને તમારા પરિવારના સભ્યો સાથે મુલાકાત અને તમારા દ્વારા બનાવવામાં આવેલી ચા પી ખુબ પ્રસન્નતા થઈ. અયોધ્યાથી આવ્યા બાદ મેં ઘણી ટીવી ચેનલોમાં તમારૂ ઈન્ટરવ્યૂ જોયું. તેમાં તમે અને તમારા પરિવારના અન્ય સભ્યોએ જે સરળ રીતે તમારા અનુભવોને વર્ણવ્યા તે જોઈને ખુબ સારૂ લાગ્યું.   

પીએમ મોદીએ લખ્યું- તમારા જેવા મારા કરોડો પરિવારજનોના ચહેરાનું હાસ્ય મારી મૂડી છે, સૌથી મોટો સંતોષ છે. જે મને દેશ માટે કાર્ય કરવાની નવી ઉર્જા આપે છે. તમારૂ ઉજ્જવલા યોજનાના 10 કરોડમાં લાભાર્થી બનવું માત્ર એક આંકડો નથી, પરંતુ હું તેને કરોડો દેશવાસીઓના મોટા-મોટા સપના તથા સંકલ્પો પૂર્ણ થવાની એક કડીના રૂપમાં જોઉ છું. 

`મને પૂરો વિશ્વાસ છે કે અમૃત કાળમાં, તમારા જેવા આકાંક્ષાઓથી ભરેલા કરોડો દેશવાસીઓનો જોમ અને ઉત્સાહ ભવ્ય અને વિકસિત ભારતના નિર્માણના અમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બાળકો માટે પ્રેમ અને સારા સ્વાસ્થ્ય અને પરિવારના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ..

અયોધ્યાની મીરા માંઝી ઉજ્જવલા યોજનાના 10 કરોડમાં લાભાર્થી છે. પીએમ દ્વારા મોકલવામાં આવેલ પત્ર અને ભેટ આવ્યા બાદ મીરા માંઝીના પરિવારની કેટલીક તસવીરો પણ સામે આવી છે. આમાં તે ગિફ્ટ લેતી જોવા મળી રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link