ભૂમિ પૂજનના દિવસે અયોધ્યાનો અદભૂત નજારો, જુઓ એક્સક્લૂસિવ તસવીરો

Wed, 05 Aug 2020-11:25 am,

નવી દિલ્હી: અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણની શરૂઆત માટે ભૂમિ પૂજન કાર્યક્રમની શરૂઆત થઇ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યા આવતાં પહેલાં તમામ તૈયારીઓ પુરી થઇ ચૂકી છે. અયોધ્યા રામમય થઇ ગયું છે. અહી લોકોનો હર્ષોઉલ્લાસ ચરમ પર છે. પીએમ મોદી 12:40 મિનિટ 8 સેકન્ડ પર રામ જન્મભૂમિ પર રામ મંદિરની આધારશિલા મુકશે.

સવારે 8 વાગે શ્રી રામ મંદિર જન્મભૂમિ પૂજન શરૂ થયું. આઠ આચાર્ય ભૂમિ પૂજનની પૂજા કરાવી રહ્યા છે. 

શ્રી રામ જન્મભૂમિ પૂજન માટે બનાવેલ મંચ ખૂબ જ સુંદર છે. તેને ફળોથી શણગારવામાં આવ્યું છે અને એક મોટી સ્ક્રીન મંચ પર પાછળની તરફ લાગેલી છે.

ભૂમિ પૂજન કાર્યક્રમ સ્થળના મંચ પર 5 લોકો હશે. મંચ પર વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ, યૂપીના સીમ યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહેશે. 

ભૂમિ પૂજન વખતે પીએમ મોદી, આચાર્ય અને અન્ય મહેમાનોને 3-3 મીટરના અંતરે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના લીધે સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવામાં આવશે. 

આ અયોધ્યામાં થઇ રહેલા ભૂમિ પૂજનનો ફોટો છે. ગૌરી ગણેશની પૂજા સાથે પૂજન શરૂ થઇ ગયું છે. 

Zee News પર સૌથી પહેલાં શ્રી રામલલાની એક્સક્લૂસિવ દર્શન કરો. આ આજે સવારની તસવીર છે. શ્રી રામલલાને આજે વિશેશ રૂપથી શણગારવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદી ભૂમિપૂજન બાદ તેને પાવડા અને કોદાળી વડે શ્રી રામ જન્મભૂમિ મંદિરની ઇંટ મુકશે. 

પીએમ મોદી અયોધ્યા પહોંચીને સૌથી પહેલાં હનુમાનગઢી મંદિર જશે. સવારે મંદિરોને સેનિટાઇઝ કરવામાં આવશે. 

ભૂમિ પૂજન પહેલાં અયોધ્યામાં રામ કી પૈડી પર કંઇક આવો નજરો જોવા મળ્યો. સવારથી જ લોકો સરયૂ નદીમાં સ્નાન કરવા ભૂમિ પૂજન માટે તૈયાર થઇ રહ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link