Covid Precautions: કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે જણાવ્યાં સરળ ઉપાય, અપનાવો અને બીમારીથી દૂર રહો
લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેમની ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે દેશના આયુષ મંત્રાલયે પણ કેટલાક સૂચનો આપ્યા છે. આયુર્વેદ પર આધારિત આ ઉપાય સંપૂર્ણ રીતે કુદરતી છે અને તેની કોઈ આડ અસર પણ નથી.
સપ્લિમેન્ટ્સનું સેવન કરવાની જગ્યાએ તમે નેચરલ રીતે તમારા શરીરની ઈમ્યુનિટી મજબૂત બનાવી શકો છો. આ માટે તમે રોજ ચ્યવનપ્રાશ ખાઓ. રોજ દિવસમાં એક કે 2 વાર હળદરવાળું દૂધ પીઓ. આ સાથે જ તુલસી, તજ, કાળા મરી, આદુ અને સૂકી દ્રાક્ષથી બનેલી હર્બલ ચા કે ઉકાળો દિવસમાં 1-2 વાર જરૂર પીઓ. આ આયુર્વેદિક રીતથી શરીરને મજબૂત બનાવવામાં મદદ મળશે.
હાલના સમયમાં જ્યારે કોરોના સમગ્ર દેશમાં કેર વર્તાવી રહ્યો છે ત્યારે આવા સમયે ઠંડુ પાણી કે ઠંડી ચીજો ખાવી જોઈએ નહીં. એવી ચીજો ન ખાઓ જેનાથી તમારું ગળું ખરાબ થઈ શકે છે કે શરદી ઊધરસની આશંકા થઈ શકે છે. તેની જગ્યાએ દિવસમાં અનેકવાર ગરમ પાણી પીઓ. આ સાથે જ ગરમ પાણીમાં ચપટી મીઠું અને હળદર નાખીને કોગળા કરો.
હાલના સમયમાં જ્યારે સંક્રમણનું જોખમ સૌથી વધુ છે ત્યારે શક્ય હોય તો તમારા હાથે બનેલી તાજી વસ્તુઓ જ ખાઓ અને બહારના ભોજનનો ઓર્ડર કરતા બચો. આ સાથે જ ઘરના ભોજનમાં હળદર, જીરૂ, લસણ, આદુ અને કોથમિર જેવા મસાલા જરૂર નાખો. આ ચીજો નેચરલ રીતે શરીરની ઈમ્યુનિટી મજબૂત કરે છે.
આયુષ મંત્રાલયની સાથે જ અનેક હેલ્થ એક્સપર્ટ્સ પણ કહી રહ્યા છે કે હાલ તમે જ્યારે ઘરમાં બંધ છો, કોઈ એક્ટિવિટી થઈ રહી નથી ત્યારે આવા સમયમાં ઘરે જ યોગ કરીને તમે ઈમ્યુનિટી મજબૂત કરી શકો છો જેથી કરીને રોગ તમારી પાસે પણ ન ફરકે. પ્રાણાયામ, યોગ, અનુલોમ-વિલોમ, ડીપ બ્રિધિંગ એક્સર્સાઈઝ...આ તમામ ચીજો તમારા ખુબ કામ આવી શકે છે.
દિવસમાં એક કે બેવાર વરાળ લો, તમે ઈચ્છો તો સાદા પાણીથી પણ સ્ટીમ લઈ શકો છો. કે પછી પાણીમાં ફૂદીનાના પાંદડા કે અજમો નાખીને પણ વરાળ લઈ શકાય. જો ઊધરસ કે ગળામાં ખરાશની સમસ્યા હોય તો લવિંગ કે મુલેઠીનો પાઉડર મધ સાથે ભેળવીને દિવસમાં 2-3 વાર લઈ લો. પરંતુ સમસ્યા જો યથાવત રહે તો ડોક્ટરનો સંપર્ક કરો. ઓઈલ પુલિંગની ટેક્નિક પણ ફાયદાકારક છે. જેમાં 1 ચમચી તેલ કે નારિયેળનું તેલ મોઢામાં નાખો. 2-3 મિનિટ સુધી તેલને આખા મોઢામાં ઘૂમાવતા રહો અને પછી થૂંકી નાખો. તેલ ગળી જતા નહીં. ત્યારબાદ ગરમપાણીથી કોગળા કરી નાખો. (નોંધ- કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા હંમેશા કોઈ વિશેષજ્ઞ કે ચિકિત્સકની સલાહ લો. ઝી ન્યૂઝ આવી જાણાકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી)