સુરતના આ વૈભવી ફાર્મમાં રોકાયા બાબા બાગેશ્વર, અંબાણીના એન્ટાલિયા જેવો છે અંદરનો નજારો

Fri, 26 May 2023-12:13 pm,

તારીખ 26 અને 27 મે ના રોજ દિવ્ય દરબારમાં હાજરી આપવા પહેલા તેઓ સુરત પહોંચી ગયા છે. આ માટે તેઓ સુરતના નામાંકિત બિલ્ડરના ગોપીન ફાર્મ ખાતે રોકાયા છે. બાબા બાગેશ્વર બે દિવસ ત્યાં જ રોકાશે. આ ફાર્મ હાઉસ ગુજરાતના પ્રખ્યાત બિલ્ડર લવજી બાદશાહનો છે. ફાઇસટાર હોટલ અને રિસોર્ટ ને ટક્કર આપનાર આ ફાર્મ હાઉસ તાપી નદી કિનારે છે. જેની અંદર સ્વિમિંગ પૂલ, હોમ થિયેટર, સેલ્યુન, મંદિર અને સ્પાની તમામ સુવિધાઓ છે. જે એક હોટલની અંદર લોકોને મળતી હોય છે. આ ફાર્મ હાઉસનું ઇન્ટીરિયર આંતરરાષ્ટ્રીય કક્ષાનું છે. ફાર્મ હાઉસ 20000 સ્ક્વેર મીટરમાં તૈયાર થયું છે. 

બહુચર્ચિત અને હંમેશાથી વિવાદમાં રહેનાર બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસે સુરતની મુલાકાતે છે તેઓ દિવ્ય દરબારીઓ છે અને જે લોકો અરજી લઈને આવશે. તેમાંથી કેટલાક લોકોની સમસ્યા અંગે વાતચીત પણ કરશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન અઢી લાખ લોકો આ દિવ્ય દરબારમાં બે દિવસ સુધી હાજરી આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારમાં પહોંચવા પહેલા એક કિલોમીટર લાંબો ઓપન જીપ્સી રોડ શો કરશે અને દિવ્ય દરબારમાં રોડ શોના માધ્યમથી પ્રવેશ કરશે. હિન્દુ રાષ્ટ્ર અને સનાતન સિવાય અનેક ભક્તો ની અરજી અંગે ચોકાવનારો ખુલાસો ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં કરશે એવું માનવામાં આવી રહ્યું છે.

ધાર્મિક કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ સુધી જ્યારે સુરતમાં રોકાનાર છે, ત્યારે ચુસ્ત પોલીસ ગોઠવી દેવામાં આવશે. તેમના સભા સ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અગાઉથી ગોઠવી દેવામાં આવ્યો છે. આશરે 1100 થી પણ વધુ પોલીસ કર્મચારીઓ તમામ જગ્યાએ તેનાત રહેશે. સાથે 500 થી પણ વધારે સુરક્ષા કર્મીઓ પ્રાઇવેટ કંપનીના પણ ત્યાં હાજર રહેશે. દિવ્ય દરબાર સ્થળે 22 જેટલી એન્ટ્રી ગેટ છે. 3 ડીસીપી 4 એસીપી અને છ જેટલા 6 પી.આઈ સહિત 8 પીએસઆઇ સુરક્ષા માટે રહેશે.  

શ્રી બાગેશ્વર ધામ આયોજન સમિતિમાં 20 જેટલા સભ્યો છે જેમાં ભાજપના બે ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓ પણ સામેલ છે. સમિતિમાં સામેલ ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે, અમે આયોજન માટે અલગ અલગ બાર જેટલી સમિતિઓ બનાવી છે તેમાં અલગ અલગ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. પાણી સમિતિ ફાયર સમિતિ જેવી 12 સમિતિઓ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી માટે લોકોની ખૂબ જ શ્રદ્ધા છે. જેથી બેથી અઢી લાખ લોકો આવી શકે છે આ લોકોને કોઈ હાલાકી ન થાય આ માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને આમંત્રણ આપ્યું છે તેઓ પણ હાજર રહેશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દિવ્ય દરબાર જ્યાં યોજાય છે ત્યાં પાંચ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. 40 બાય 100 નું સ્ટેજ એક બનાવવામાં આવ્યું છે. 40થી વધુ એલઇડી રહેશે. 50 થી વધુ હેલોજન અને ઠેર ઠેર ટીવી સ્કિન લગાડવામાં આવ્યા છે. ગરમીના કારણે પંખા અને એસીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે પાંચ વાગ્યા દરબારનું આયોજન કરાવ્યું છે. લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન થાય આ માટે આ સ્થળ પર જ તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link