Baba ka Dhaba ને બાળી મૂકવાની અને બાબાને મારી નાખવાની ધમકી, જાણો ઢાબાની કેવી છે હવે સ્થિતિ

Fri, 18 Dec 2020-11:14 am,

દેશની રાજધાની દિલ્હીના માલવિય નગર સ્થિત બાબા કા ઢાબાના વડીલ માલિક કાંતા પ્રસાદને ફોન પર એક અજાણ્યા વ્યક્તિએ મારી નાખવાની ધમકી આપી છે.કાંતા પ્રસાદને તે વ્યક્તિએ કહ્યું કે તે તેની દુકાન બાળી મૂકશે અને મારી પણ નાખશે. ત્યારબાદ કાંતા પ્રસાદે એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ દિલ્હીના માલવિય નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. 

યુટ્યૂબર  ગૌરવ વાસને બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદનો વીડિયો બનાવીને યુટ્યૂબ પર અપલોડ કર્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો અને લોકો બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદની મદદ માટે આગળ આવ્યા હતા. પરંતુ ત્યારબાદ ગૌરવ પર જ કાંતા પ્રસાદની મદદ માટે આવેલા પૈસા હડપી લેવાનો આરોપ લાગ્યો. ત્યારબાદ કાંતા પ્રસાદે ગૌરવ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. 

અત્રે જણાવવાનું કે બાબા કા ઢાબાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો મદદ માટે આગળ આવ્યા હતા. એકવાર તો એવો સમય આવ્યો કે જ્યારે બાબા કા ઢાબાના મટર પનીર, ચાવલ અને રોટી આખી દિલ્હીના ઢાબા પર ભારે પડી ગયા. કેટલાક ખાનારા, કેટલાક ફોટો ખેંચાવનારા અને કેટલાક દયા અને દાનના નામ પર પોતાની છબી ચમકાવનારા, બધુ મળીને અનેક લોકોએ માલવિય નગરના ફૂટપાટ પર બનેલી આ નાનકડી દુકાન પર ભીડ લગાવી દીધી હતી. 

નોંધનીય છે કે બાબા કા ઢાબા ફેમસ થયા બાદ બોલીવુડની કેટલીક હસ્તીઓના પબ્લિક રિલેશન્સ જોનારા એક યુવાએ પોતાને કાંતા પ્રસાદના મેનેજર બનાવી લીધો હતો. બાબા કા ઢાબાને ડિજિટલ દુનિયામાં જાળવી રાખવા માટે મદદની જરૂર હતી અને આ કામમાં તુશાત અદલખાએ તેમની મદદ કરી. બાબા કા ઢાબાના મેનેજર તુશાત અદલખાએ જણાવ્યું હતું કે આ કામ તેઓ મદદ કરવાના હેતુથી કરે છે. તેના બદલામાં કશું જોઈતું નથી.

બાબા કા ઢાબાના હાલાત હવે પહેલા જેવા નથી. બાબા કા ઢાબાની ભીડ ગાયબ થઈ ગઈ છે. વીડિયો વાયરલ થયાના 20  દિવસ બાદ જ બાબા કા ઢાબા પર લોકોની અવરજવર ઓછી થઈ ગઈ. ગણ્યા ગાંઠ્યા લોકો જ અહીં હવે ખાવા માટે આવે છે. જો કે કેટલાક લોકો સેલ્ફી લઈને ગાયબ થઈ જાય છે. 

હકીકતમાં બાબા કા ઢાબા ફેમસ થયા બાદ અનેક લોકોએ ઢાબા માલિક કાંતા પ્રસાદને મદદ માટે વચન આપ્યું. અનેક લોકોએ તો ટ્વીટ અને પોસ્ટના માધ્યમથી બાબા કા ઢાબાની મદદ કરવાની જાહેરાત પણ કરી. પરંતુ આ બધુ હવા હવાઈ સાબિત થયું. તેમને અસલમાં કોઈ વિશેષ મદદ મળી નહીં. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link