Iftar Party: બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પ્રીતિ ઝિન્ટા,શહેનાઝ ગિલ આ બોલિવૂડ સેલિબ્રિટીઓ થયા સામેલ, જુઓ PHOTOS
તેજસ્વી પ્રકાશ તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે ઈફ્તાર પાર્ટીમાં એન્ટ્રી કરી હતી. અહીં તમે જોઈ શકો છો કે ભારતીય લુકને છોડીને તેજસ્વી સફેદ પેન્ટસૂટમાં જોવા મળી હતી.
'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મથી ડેબ્યૂ કરનાર શહેનાઝ ગિલ પણ આ ઈફ્તાર પાર્ટીમાં તેના ભાઈ શહેબાઝ સાથે ઝરી સૂટ પહેરીને પહોંચી હતી.
આજકાલ આઈપીએલના કારણે સામાન્ય રીતે ક્રિકેટ સ્ટેડિયમોમાં જોવા મળતી બ્યુટીફૂલ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પણ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં જોવા મળી હતી. પીળા શરારા સૂટમાં પ્રીતિ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ડીપ નેક બ્લાઉઝ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, ચાહકોને તેનો લુક ઘણો પસંદ આવ્યો છે.
ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ ગૌહર ખાન, જે ગર્ભવતી છે અને ટૂંક સમયમાં માતા બનવાની છે, તે પણ તેના પતિ સાથે પાર્ટીમાં પહોંચી હતી.