બાબા વેંગાએ કરી છે 2024 માટે આ 5 ભવિષ્યવાણીઓ, એક તો સાચી પણ પડી ગઈ, હવે શું?

Thu, 04 Jul 2024-5:00 pm,

બાબા વેંગાએ વર્ષ 2024 માટે કુદરતી આફતોની ભવિષ્યવાણી કરી હતી. 2024ના 6 મહિના વીતી ચૂક્યા છે અને તેમની ભવિષ્યવાણી સાચી થતી જોવા મળી રહી છે. તેમની ભવિષ્યવાણી મુજબ 2024માં ધરતીનું તાપમાન ઘણું વધી જશે જે આ વર્ષે જોવા પણ મળ્યું. 

બાબા વેંગા બલ્ગેરિયાના રહીશ હતા. જેમનું 85 વર્ષે અવસાન થયું. તેમની ભવિષ્યવાણી મુજબ 2024માં હવામાનમા ખુબ ફેરફાર જોવા મળશે. એક રિચર્સમાં કહેવાયું છે કે આ વર્ષે હીતવેવ 67 ટકા વધુ હતી. તે રિસર્ચમાં આગળ કહેવાયુ કે 1979 થી 1983 સુધી ગ્લોબલ હિટવેવ સામાન્ય રીતે 8 દિવસ ચાલતી હતી પરંતુ 2026થી 2020 સુધી તે 12 દિવસ સુધી વધી ગઈ. 

બાબા વેંગાએ પોતાના મોત પહેલા અમેરિકામાં જે 9/11 હુમલો થયો હતો તેની પણ ભવિષ્યવાણી કરી હતી. આ સાથે જ તેમણે ચેરનોબિલની ત્રાસદી અને રાજકુમારી ડાયનાના મોત અંગે પણ પહેલેથી જણાવ્યું હતું. 

એટલું જ નહીં બાબા વેંગાએ 2024 માટે બીજી પણ કેટલીક ભવિષ્યવાણઈઓ કરી હતી જેમ કે વર્ષ 2024માં સાઈબર એટેક થશે, દુનિયા આર્થિક સંકટ સામે ઝઝૂમશે, યુરોપમાં આતંકી હુમલો થઈ શકે છે. બાબા વેંગાએ આ સાથે એ પણ ભવિષ્યવાણી કરી હતી કે કોઈ મોટો દેશ Biological Weapon નો ઉપયોગ કરી શકે છે. વર્ષ 2024માં સોલર તોફાન આવી શકે છે જેનાથી કોમ્યુનિકેશન ઠપ થઈ શકે છે અને આ સાથે જ પાવર ગ્રિડ પણ પ્રભાવિત થઈ શકે છે. તેમની કેટલીક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે હવે જોવાનું એ રહેશે કે કેટલી ભવિષ્યવાણીઓ આગળ સાચી પડે છે. 

અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link