April 2024 Upcoming Movies: એપ્રિલમાં રહેશે ધમાકેદાર, 1-2 કે 3 નહી, 11 ફિલ્મો કરાવશે મનોરંજન, મૂવી લવર્સને પડી જશે મજા

Mon, 01 Apr 2024-3:10 pm,

અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વી સુકુમારનની આ ફિલ્મ 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. 'બડે મિયાં છોટે મિયાં'માં અક્ષય અને ટાઈગર ખતરનાક સ્ટંટ કરતા જોવા મળશે, જેમાં તેઓ ચોરેલા AI હથિયારને રિકવર કરવાના મિશન પર જાય છે. આ ફિલ્મમાં માનુષી છિલ્લર અને અલાયા એફ પણ છે.

આ ફિલ્મમાં અજય દેવગન ફૂટબોલ કોચની ભૂમિકામાં જોવા મળશે. 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ 'મેદાન'નું નિર્દેશન અમિત રવીન્દ્રનાથ શર્માએ કર્યું છે. આ ફિલ્મમાં પ્રિયમણી, ગજરાજ રાવ અને રુદ્રનીલ ઘોષ પણ છે.

12 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલિઝ થનારી આ ફિલ્મનું નિર્દેશન ઇમ્તિયાઝ અલી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા લીડ રોલમાં છે. આ ફિલ્મ પંજાબના પ્રખ્યાત ગાયક પર આધારિત છે, જેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

એક્શન થ્રિલર ફિલ્મમાં આયુષ શર્મા અને એમએસ મિશ્રા છે. દિગ્દર્શક કરણ એલ બુટાની દ્વારા નિર્દેશિત રુસલાન 26 એપ્રિલે થિયેટરોમાં આવવાની તૈયારીમાં છે. ફિલ્મમાં આયુષ ઉપરાંત એક્ટર જગપતિ બાબુ પણ છે.

વિજય દેવરાકોંડા અને મૃણાલ ઠાકુરની રોમેન્ટિક-કોમેડી 5 એપ્રિલે સિનેમાઘરોમાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન પરશુરામ પેટલાએ કર્યું છે. વિજય દેવરાકોંડા અને મૃણાલ ઠાકુરની જોડી પહેલીવાર સાથે આવી રહી છે.

આ ફિલ્મમાં જાન્હવી કપૂર સાથે અભિનેતા રાજકુમાર રાવ પણ છે. 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જે 19મી એપ્રિલથી દર્શકોનું મનોરંજન કરશે. આ ફિલ્મનું નિર્દેશન શરણ શર્માએ કર્યું છે.

તમન્ના ભાટિયાની તમિલ હોરર કોમેડી પણ એપ્રિલમાં આવી રહી છે. આ ફિલ્મ સુંદર સી દ્વારા લિખિત અને નિર્દેશિત છે. તેમાં સી સુંદર સાથે સાથે તમન્ના, રાશી ખન્ના, સંતોષ પ્રતાપ, રામચંદ્ર રાજૂ, કોવઇ સરલા, યોગી બાબૂ, કેએસ રવિકુમાર, જયપ્રકાશ, વીટીવી ગણેશ, દિલ્હી ગણેશ, રાજેદ્રન અને સિંગમપુલી સામેલ છે. આ અરનમઇ ફિલ્મ સીરીઝની ચોથી સિરિઝ છે. 

વિદ્યા બાલન અને ઇલિયાના ડીક્રુઝ સ્ટારર ફિલ્મમાં સેન્ધિલ રામામૂર્તિ અને પ્રતીક ગાંધી પણ જોવા મળશે. ફિલ્મ રોમાન્સ અને રમૂજથી ભરપૂર છે. 'દો ઔર દો પ્યાર'નું નિર્દેશન શિર્ષા ગુહા ઠાકુર્તા દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ એવોર્ડ વિજેતા એડ ફિલ્મમેકર છે. આ ફિલ્મ 19 એપ્રિલે સિનેમાઘરોમાં આવી રહી છે.  

આ ફિલ્મનું નિર્માણ બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. દિબાકર બેનર્જી દ્વારા નિર્દેશિત 'LSD 2' 19 એપ્રિલે થિયેટરોમાં જોવા મળી શકે છે. ફિલ્મના ટીઝર લોન્ચ પહેલા દિબાકર બેનર્જીએ એક વીડિયો શેર કર્યો છે અને દર્શકોને ચેતવણી આપી છે કે તેઓ પરિવાર સાથે આ ફિલ્મ ન જુઓ.

અભિનેતા દેવ પટેલના નિર્દેશનમાં બનેલી પ્રથમ ફિલ્મ 'મંકી મેન' ભગવાન હનુમાનની વાર્તા પરથી પ્રેરિત છે. આ ફિલ્મમાં શોભિતા ધુલીપાલા, વિપિન શર્મા, અશ્વિની કાલસેકર, અદિતિ કાલકુંટે, સિકંદર ખેર, પીતોબાશ, મકરંદ દેશપાંડે અને શાર્લ્ટો કોપલે પણ છે.

વિનય શર્મા દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ 5 એપ્રિલે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ બોડકે, ઉર્વશી રૌતેલા, પીયૂષ મિશ્રા, રવિ કિશન, વિજય રાઝ, રશ્મિ દેસાઈ, અતુલ પાંડે અને સોનાલી સહગલ પણ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link