Bahubali Maa Sivagami: `બાહુબલી`ની માતા શિવગામીની લગ્ન પહેલાં હતી પ્રેગ્નન્ટ, પરીણિત વ્યક્તિ સાથે હતું અફેર!

Mon, 06 Mar 2023-10:32 pm,

'બાહુબલી'ની માતા રામ્યા કૃષ્ણન લગભગ 3 દાયકાથી સિનેમામાં કામ કરી રહી છે. તેણે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તે ફિલ્મ 'બાહુબલી' માટે  જાણીતી બની હતી. આ ફિલ્મ પહેલાં પણ રામ્યાના સંબંધો સાથે ઘણા વિવાદો જોડાયેલા છે.  

રામ્યાએ ફિલ્મ ડિરેક્ટર કેએસ રવિકુમાર સાથે ઘણી ફિલ્મોમાં બેક ટુ બેક કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મોમાં રવિકુમાર સાથે કામ કરતી વખતે બંને એકબીજાની નજીક આવ્યા હતા. એકબીજાને ડેટ કરવાનું પણ શરૂ કર્યું. ખાસ વાત એ છે કે રવિકુમાર પહેલાંથી જ પરિણીત હતા.

ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે તે પરિણીત નિર્દેશકના પ્રેમમાં એટલી ઊંડી હતી કે તે લગ્ન વિના જ ગર્ભવતી થઈ ગઈ હતી.

આ અહેવાલોને કારણે રવિકુમાર અને તેની પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેમાંથી કોઈને બાળક જોઈતું ન હતું. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેત્રીએ ગર્ભપાત માટે લગભગ 75 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે, જ્યારે બંનેને રિલેશનશિપ અને એબોર્શનના મામલે પૂછપરછ કરવામાં આવી તો તેમણે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા.  

આ પછી રામ્યાએ 2003માં ફિલ્મ મેકર કૃષ્ણા વાપ્સી સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્ર છે જેનું નામ ઋત્વિક છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link