Rajasthani Food: `બાજરાની રાબ` શિયાળા માટે છે ખાસ, સ્વાસ્થ્યને મળશે અઢળક ફાયદા
રાજસ્થાનમાં મળતી રબડીને 'રાબ' પણ કહેવામાં આવે છે. આ રબડી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખૂબ જ હેલ્ધી પણ છે.
રબડી વિશે તો એવું પણ કહેવાય છે કે તેને ખાવાથી શરદી, ખાંસી અને ફ્લૂ જેવી સમસ્યાઓ મટે છે. બાજરીનો રાબ પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે, બાજરીની રાબ લોહીના પ્રવાહ માટે સારી છે, બાજરીની રાબ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે મદદ કરે છે.
રાજસ્થાનમાં રબડી (બાજરીની રાબ) ઘી, આદુ અને ગોળમાંથી તૈયાર કરવામાં આવે છે.
રાજસ્થાનમાં પણ દૂધ અને મકાઈના લોટને મિક્સ કરીને પણ રબડી બનાવવામાં આવે છે.
રબડી (બાજરીની રાબ) બનાવવા માટે દૂધ, ખાંડ, બદામ, પિસ્તા, લીલી ઈલાયચી, કેસર વગેરે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.