Banana For Women: મહિલાઓએ દરરોજ ખાવા જોઇએ કેળા, યોગ્ય સમય અને યોગ્ય રીતથી થશે ફાયદો

Mon, 25 Sep 2023-1:44 pm,

જો તમારે વજન ઓછું કરવું હોય તો કેળા ખાઈ શકો છો. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને એક કેળું ખાધા પછી પણ તમને પેટ ભરેલું લાગશે, જેના કારણે જો તમે લાંબા સમય સુધી કંઈ ન ખાથી ફૂડ ઇંટેક પણ ઓછું થશે. 

અન્ય ફળોની જેમ કેળામાં પણ એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. તો બીજી તરફ તેમાં હાજર ડોપામાઇન મૂડને સુધારવામાં મદદ કરે છે.

મહિલાઓમાં લોહીની ઉણપને કારણે તેઓ એનિમિયાનો શિકાર પણ બને છે. એવામાં કેળું તમારી મદદ કરી શકે છે, કારણ કે તેમાં આયર્નની યોગ્ય માત્રા મળી આવે છે. રોજ એક કેળાનું સેવન કરવાથી મહિલાઓના શરીરમાં એનિમિયા અટકે છે.

મહિલાઓને મોટાભાગે કેલ્શિયમની સમસ્યા હોય છે અને તેમના શરીરમાં તેની ઉણપ સર્જાઇ છે, જેના કારણે તેમને ઓસ્ટિયોપોરોસિસ અને સાંધાના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં કેળામાં કેલ્શિયમની ભરપૂર માત્રા તમને મદદ કરી શકે છે.

તણાવ દૂર કરવા માટે સ્ત્રીઓ ઘણીવાર ઘર, પરિવાર, નોકરી, બાળકો વગેરેને લગતી બાબતોને લઈને તણાવમાં રહે છે. કેળા ખાવાથી તમે આ તણાવ ઓછો કરી શકો છો. પોટેશિયમથી ભરપૂર કેળા સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને નિયંત્રિત કરે છે.

કેળા મહિલાઓના પેટમાં થતી કબજિયાતની સમસ્યામાં રાહત અપાવે છે. તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા ઇસબગોળની ભૂકી અથવા દૂધ સાથે કેળાનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી તમને કબજિયાત અને પેટમાં ગેસની સમસ્યાથી રાહત મળશે.

ગર્ભવતી સ્ત્રીઓએ દરરોજ એક કેળું જરૂર ખાવું જોઈએ. તેમાં ફોલિક એસિડ હોય છે, જે નવા કોષો બનાવવા અને અજાત બાળકમાં જન્મજાત ખામીને દૂર કરવા માટે જરૂરી માનવામાં આવે છે. ભ્રૂણની સારી વૃદ્ધિ માટે પણ કેળા એક જરૂરી ફળ છે.

એવું માનવામાં આવે છે કે કેળા દરેક માટે ફાયદાકારક છે. એનર્જી આપવાની સાથે સાથે તે અનેક રોગો સામે લડે છે. સ્ત્રીઓ માટે કાળાના ફાયદાઓ વિશે અહીં આપવામાં આવેલી માહિતી કોઈપણ તબીબી સલાહનો વિકલ્પ નથી. આ માત્ર શૈક્ષણિક હેતુઓ માટે આપવામાં આવી રહી છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link