આ મંદિરમાં ચપટી વગાડતા મટી જાય છે લોકોના દુખ-દર્દ, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિર

Fri, 17 May 2024-7:57 pm,

બનાસકાંઠાના ડીસા તાલુકામાં નાગફણા ગામમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે. આ પૌરાણિક મંદિર 250 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, અનેક લોકોના આ મંદિરમાં ચમત્કાર થયા છે. એક સ્થાનિક માન્યતા પ્રમાણે અસાઢ સુદ બીજના કુવાસીઓ તળાવની સફાઈ કરે તો ગોગા મહારાજ વરસાદ લાવે છે. એટલું જ નહીં ગોગા મહારાજે  ચમત્કાર કરી અનેક લોકોનું જીવન બચાવ્યું હોય તેવા અનેક કિસ્સા લોકમુખે પ્રચલિત છે.

આ મંદિરનો ઈતિહાસ અનેરો છે. કહેવાય છે કે, ગોગા મહારાજનું પૂછડું પેછડાલમાં અને ફેણ નાગફણામાં આવેલ છે.જેથી આ રાફડાનો નાગ કહેવાય છે. તેમજ આ ગામનું નામ ફેણ પરથી નાગફણા પડ્યું છે. અહીં ગોગા મહારાજનું મંદિર તળાવની પાળ ઉપર આવેલું  છે. જેથી તળાવની પાળનો ગોગા મહારાજ કહેવાય છે.

આ મંદિર સાથે માન્યતા જોડાયેલી છે. આ માન્યતા દૂધ સાથેની છે. કહેવાય છે કે, વર્ષો પહેલા આ તળાવમાં પાણી રહેતુ ન હતું. ત્યારે ગામના ગોવાળ અને કુવાસીઓએ ગોગા મહારાજને અરજ કરતા ગોગા મહારાજે અહીં વરસાદ લાવી બતાવ્યો હતો. આ રીતે અહી તરસી ગાયોને પાણી મળ્યું હતું. ત્યારથી કુવાસીઓએ ગોગા મહારાજને દૂધપાયુ અને ગોવાળે કહ્યું ગોગા મહારાજ તમે અમને આ તળાવમાં પાણી આપ્યું અમે તમને દૂધ પાવીશું. બસ ત્યારથી આ ગામમાં ગોગા મહારાજ દૂધ પિતા પણ કોઈને ડેરીમાં દૂધ ભરાવા દેતા નહીં. પરંતું બાદમાં તેમાં પણ ચમત્કાર થયો હતો. છેલ્લા દસ વર્ષથી આ ગામમાં ગોગા મહારાજે ડેરીમાં દૂધ ભરાવા માટે રજા આપી છે. ત્યારથી લઇ આજ દિન સુધી લોકો હવે ડેરીમાં દૂધ ભરાવતા થયા છે.

આ મંદિરમાં દર પાંચમે મેળો ભરાય છે. જ્યાં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. કહેવાય છે કે, અહી તમે મનથી માનો તો તમામ કામ પૂર્ણ થાય છે. અનેક લોકોને તેના પરચ પણ મળ્યાં છે. 

નિસંતાન દંપતી અહી સંતાનની બાધા લઈને આવે છે. ગોગા મહારાજ અહી તેમના શરણે આવનાર તમામની રક્ષા કરે છે. અનેક ચમત્કાર ગોગા મહારાજે આપ્યા હોવાની લોકમુખે વાત છે.

(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link