આ ગામના ખેડૂતે હીરા-સોના-ચાંદી નહીં પરંતુ આ કામ માટે ખેતરમાં લગાવ્યા CCTV
ખેતરમાં જ્યારે લાલ-લાલ દાડમ ઉગાવ લાગ્યા તો હાઈવે પરથી પસાર થતા લોકો પોતાની લાલચ રોકી શક્યા નહીં અને દાડમની પણ ચોરી કરવા લાગ્યા. જોકે, થરાદ એવો વિસ્તાર ચે જ્યાં દાડમની ખેતી શક્ય નથી, પરંતુ આ કાકા-ભત્રીજાએ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ભારે જહેમત સાથે પોતાની 17 એકર જમીનમાંથી 12 એકર જમીનમાં દાડમની ખેતી કરી છે. જેના કારણે તેમને ભરપૂર ફાયદો મળી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે, દાડમની ખેતી શરૂ કર્યા બાદ તેમને મોટો ફાયદો થઈ રહ્યો છે. તેઓ દર વર્ષે લગભગ 20થી 25 લાખ રૂપિયા દાડમની ખેતીમાંથી કમાઈ રહ્યા છે. જોકે, અવાર-નવાર થતી ચોરીની ઘટનાથી તેમની કમાણીમાં મોટો ફટકો પડવા લાગ્યો હતો. આથી, મોટું નુકસાન અટકાવવા માટે તેમણે ખેતરમાં CCTV કેમેરા લગાવાનો નિર્ણય લીધો હતો.
અગાઉ ખેતરમાંથી તૈયાર થયેલા દાડમની ચોરી અને કેટલાક ખેતિવાડીના અન્ય સામાનની પણ ચોરી થઈ જતી હતી. CCTV કેમેરા લગાવી દેવાયા બાદ ચોરીની આ ઘટનાઓ બંધ થઈ ગઈ છે.
આંબાભાઈ દ્વારા ખેતરમાં CCTV લગાવી દેવાયા બાદ હવે કોઈ ચોર તેમના ખેતરમાં આવવાની હિંમત કરતો નથી. જેના કારણે આ તેમને ઘણો જ ફાયદો થઈ રહ્યો છે. તેમને થયેલો ફાયદો જાણ્યા બાદ અનેક ખેડૂતો આંબાભાઈએ લગાવેલા CCTV કેમેરા જોવા આવે છે અને પોતાના ખેતરમાં પણ CCTV કેમેરા લગાવાનું વિચારી રહ્યા હોવાનું જણાવે છે.