વાહ દીકરી વાહ : નાનકડી તૃષાએ બનાસકાંઠાનું નામ ગુંજતું કર્યું, કેન્સર પીડિતો માટે કરાવ્યું મુંડન

Thu, 16 Mar 2023-2:25 pm,

વડગામ તાલુકાના મેમદપુર ગામની ત્રીજા ધોરણમાં ભણતી નવ વર્ષીય બાળા કેન્સર ગ્રસ્ત દર્દીઓની વારે આવી છે જેમાં તૃષાબા નામની નવ વર્ષીય બાળાએ પોતાના માથાના વાળ ડોનેટ કરવાનો નિર્ણય કરી દીધો અને હસતા મોઢે હૈદરાબાદની સંસ્થાને પોતાના માથાના વાળ ડોનેટ કરી દીધા અને તે જિલ્લામાં હેર ડોનેટ કરનારી પ્રથમ બાળકી બની, નવ વર્ષીય આ બાળાને એવું પણ ન હતું કે મારા માથામાં ટાલ થશે બાળકો મને ચીડવશે એવું પણ ન હતું કે ક્યાંક હું બહાર નીકળી શકીશ કે નહીં નીકળી શકું. માત્ર કેન્સર દર્દીઓને મોઢા પર સ્મિત જોવાની ઈચ્છા હતી અને એને કારણે જ તેને પોતાના વાળ ડોનેટ કર્યા જેમાં તૃષાબા સમગ્ર બનાસકાંઠામાં પહેલી છોકરી છે જે પોતાના તમામ વાળ મુંડન કરાવીને હેર ડોનેટ કર્યા છે.  

તૃષાબાને નાનપણથી જ ઈચ્છા હતી કે પોતાના વાળ ડોનેટ કરે. પરંતુ ઉંમર નાની હોવાથી એ શક્ય નહતું પરંતુ થોડા દિવસ આગાઉ તેને માતા પિતા સમક્ષ વાળ ડોનેટ કરવાનો વિચાર રજૂ કર્યો અને તેના માતા પિતાને પણ આ વાત યોગ્ય લાગી જે બાદ માતા-પિતાએ આવી કોઈ સંસ્થાને શોધવાની શરૂઆત કરી હતી. ત્યારે હૈદરાબાદની હેર ડોનેટ નામની સંસ્થાનો સંપર્ક થયો હતો અને વાતચીત બાદ આ વાળ આપવાનું હૈદરાબાદની સંસ્થાને નક્કી થયું હતું. આજે બનાસકાંઠામાં પ્રથમ એવી આ બાળા છે જેને કેન્સર ગ્રસ્ત સ્ત્રીઓ માટે પોતાના વાળ ડોનેટ કર્યા છે. એ હૈદરાબાદની સંસ્થામાં જશે અને તેની વિગ બનશે અને આ વીગ મફત કેન્સર પીડિત સ્ત્રીઓને આપવામાં આવશે.

જોકે વાળ ડોનેટ કરનાર તૃષાબાનું કહેવું છે કે હું જયારે નાની હતી ને ત્યારે મારાં નાની માંને કેન્સર થયું હતું, જેથી એમના વાળ જતા રહ્યા હતા એમના માથા પર ટકલુ થઈ ગયું હતું. ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારાં વાળ કેન્સરના દર્દીને આપીશ અને તેમના મોઢા ઉપર સ્માઇલ લાવીશ. 

વાળ ડોનેટ કરનાર તૃષાના મમ્મી જયશ્રીબાનું કહેવું છે કે મારાં દીકરી બા નાના હતા ત્યારે મારી મમ્મીને કેન્સર થયું હતું એ વખતે એમને જોયું હતું. મારાં મમ્મીના વાળ ખરી ગયા હતા એ જોયા પછી હમણાં એને એવો વિચાર આવ્યો મારે વાળ ડોનેટ કરવા છે. અમે એ વિચારને અમલમાં મુક્યો છે અને અમને ગર્વ છે કે અમારી દીકરી કેન્સર પીડિતોને મદદ કરી રહી છે. મારી દીકરીએ અમને વાત કરી અને અમે સંસ્થાનો સંપર્ક કર્યો અને આજે વાળ ડોનેટ કર્યા.

કેન્સર ગ્રસ્ત લોકોને મદદ કરતી સંસ્થા સાથે સંકળાયેલ તૃપલ પટેલે કહ્યું હતું કે, હૈદરાબાદમાં અમારી હેર ડોનેશન સંસ્થા છે , જ્યાં વાળ જાય છે. સંસ્થા દ્વારા એ વાળ કંપનીમાં મુકવામાં આવે છે અને ત્યાંથી હેર વીક બનાવીને સમગ્ર ભારતમાં જેટલાં પણ કેન્સર પેશન્ટ છે એમને મફતમાં આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને જે બહેનોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તેમને મોંઘી વીક લેવી શક્ય નથી જેથી તેવા લોકોને મફતમાં હેરવીક આપવામાં આવે છે. 

આજે તૃષા બનાસકાંઠાની પહેલી એવી છોકરી બની ગઈ છે જે પોતાના તમામ વાળ મુંડન કરાવીને હેર ડોનેટ કર્યા છે જે ખરેખર સરાહનીય છે. તૃષાએ નાની ઉંમરમાં પોતાના મનગમતા વાળ કેન્સર પીડિતો માટે ડોનેટ કરીને માનવતા મહેકાવી છે જેથી આ નાનકડી દીકરીની સમગ્ર જિલ્લામાં પ્રસંશા થઈ રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link