ધોમ તડકામાં મતદાન ધીમું પડ્યું, પણ બનાસકાંઠાવાળા જોરદાર જુગાડ શોધી લાવ્યા
વલસાડ 45.34%બનાસકાંઠાના ગામડાઓમાં મતદાન પ્રત્યે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગરમીથી બચવા માટે મતદારો માથા પર ગોદલા ઓઢીને મતદાન મથક પહોંચ્યા હતા. ધોમધખતા તાપમાં તડકાથી બચવા માટે કતારમાં ઉભેલા લોકોએ માથા પર ગોદડા ઓઢી લીધા હતા. મતદાન મથક પર ગોદડા ઓઢીને ઉભેલા મતદારો જોવા મળ્યા હતા.
ભર બપોરે પણ ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની લાઈનો લાગી હતી. જોકે, શહેરી વિસ્તારમાં બપોરને કારણે મતદાન ધીમું પડ્યું છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં મતદાન બપોરના પણ લાઈનો જોવા મળી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જે વાસણ ગામમાં મતદાન બંધ થયું હોવાની વાત કરી, એ જ વાસણ ગામમાં એક કલાક મતદાન બંધ રહ્યા બાદ ફરી શરૂ કરાયુ હતું. જેથી બપોર બાદ પણ પૂરજોશમાં મતદાન જોવા મળ્યું.
અમદાવાદમાં આજે 42 ડિગ્રી આસપાસ તાપમાન હોવા છતાં, આકરી ગરમીની અસર હોવા છતાં મતદાન કેન્દ્રો ઉપર લોકોની ભીડ જોવા મળી. વસ્ત્રાપુરની તક્ષશિલા સોસાયટીના રહીશો સાથે મળીને મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા. રહીશો ઢોલ નગારા સાથે મતદાન માટે પહોંચ્યા હતા.
અમદાવાદના મણિનગર ગોરના કુવા પાસે શ્રી શારદાબેનની વાડી પાસે વોટ આપીને આવેલી મહિલા એકાએક ઢળી પડી હતી. તડકામાં લૂ લાગતા જાહેર માર્ગ પર જ મહિલાને ચક્કર આવ્યા હતા, અને તે બેભાન થઈ હતી. સુરેખા રોહિત નામની 40 વર્ષની શારદાબેનની વાડી પાસે જ ઢળી પડી હતી. ત્યારે સ્થાનિકો દ્વારા મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.