ATM માંથી પૈસા કાઢશો તો ચૂકવવો પડશે વધુ ચાર્જ! બેંકોએ તૈયાર કર્યો પ્લાન

Wed, 28 Nov 2018-5:44 pm,

જોકે, બેંકો દ્વારા એટીએમમાંથી કેશ વિડોલ, લોકર વિઝિટ અને ઘણી મફત સેવાઓ આપવામાં આવે છે, જે સર્વિસ બેંકોને ખૂબ મોંઘી પડે છે. તેના ચાર્જીસ વધારવાથી બેંકો ઉપર લોનનો ભાર વધી રહ્યો છે. તો બીજી તરફ ગ્રાહકો માટે બેંક દ્વારા તેના પર કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. બેંકોએ આ પ્રકારની સેવાઓ પર લગભગ 40 હજાર કરોડ રૂપિયાનો સર્વિસ ટેક્સ આપવો પડે છે. ટ્રેઝરી વિભાગ અને નાણા મંત્રાલય હેઠળ આગામી નાણાકીય સેવા વિભાગની વચ્ચે બેઠકમાં બેંકોએ આ સેવાઓ પર ટેક્સમાં છૂટ આપવાની માંગ કરી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલો હવે પીએમઓ સુધી પહોંચી ચૂક્યો છે. આ સમસ્યાના સમાધાન માટે બેંકો તથા નાણા મંત્રાલયના અધિકારીઓ વચ્ચે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે. આ અઠવાડિયે આ સમસ્યાનું સમાધાન આવી શકે છે. 

મિનિમમ બેલેંસ મેનટેન કરવા છતાં તમારે એટીએમ ટ્રાંજેક્શન, ફ્યૂલ સરચાર્જ રિફંડ, ચેકબુક, ડેબિટ કાર્ડ વગેરેની સેવાઓ ફ્રી મળશે નહી. ટેક્સ ડિપાર્ટમેંટે લગભગ 40 હજાર કરોડ રૂપિયાના ટેક્સની માંગ કરી છે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ ઇંટેલિજેંસ (DGGST) એ આ બેંકોને આ મામલે કારણ બતાઓ નોટિસ જાહેર કરવામાં આવી છે. વિભાગે ગત પાંચ વર્ષ માટે ટેક્સ ચૂકવણીની માંગ કરી છે. કારણ કે નિયમ અનુસાર, પાંચ વર્ષ પહેલાં સર્વિસ ટેક્સ માંગી ન શકાય.

તમને જણાવી દઇએ કે ટ્રેઝરી વિભાગે બેંકિંગ સેવાઓ પર સર્વિસ ટેક્સ ઉપરાંત વ્યાજ પણ જમા કરવા માટે કહ્યું છે. આ સર્વિસ ટેક્સ તે બધી સેવાઓ પર લગાવવામાં આવ્યો હતો, જે મોટાભાગે બેંક મફતમાં આપી રહી છે. ટ્રેઝરી વિભાગ દ્વારા ફ્રી સેવાઓ પર ટેક્સ ન જમા કરાવવા પર બેંકો પર 12 ટકા સર્વિસ ટેક્સની સાથે તેના પર 18 ટકાનું વ્યાજ અને 100 ટકા દંડ લગાવીને નોટિસ મોકલવામાં આવી હતી. આ નોટિસ મળ્યા બાદ બેંકોના સંગઠને સરકાર પાસે નોટીસને પરત લગાવવાની અપીલ કરી હતી. 

ATM માંથી કેશ કાઢવી ચેકબુકની સેવા કેશ જમા કરાવવાની સેવા લોકર વિઝિટની સેવા મિનિમમ બેલેંસ જન ધન યોજના 

બેંકોને આશા છે કે સામાન્ય લોકોને બોઝમાંથી બચાવવા માટે કેંદ્ર સરકાર બેંકોને આ સર્વિસ ટેક્સની નોટિસમાંથી થોડી રાહત પહોંચાડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં સરકારે સ્પષ્ટ કર્યું હતું કે બેંકોની ફ્રી સેવાઓ અને ગ્રાહકો દ્વારા ખાતામાં મિનિમમ બેલેંસ મેનેંન કરવાની સેવા પર GST લગાવવામાં ન આવે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link