BAOU: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીને મોટો ઝટકો, ના મળી આ કોર્સને મંજૂરી

Thu, 17 Aug 2023-3:35 pm,

આંબેડર યુનિવર્સીટીને BBA, BCA, BBA - AT (એર ટ્રાફિક) અને MSW જેવા કોર્ષ ચલાવવાની મંજૂરી ના મળતા 1,045 વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ફી પણ લેવાઈ ચૂકી હતી, હવે આ સ્થિતિમાં તમામ 1,045 હજાર જેટલા વિદ્યાર્થીઓનું એકવર્ષ બગડે તેવી શક્યતા.

BBA માં 190, BCA માં 266, BBA - AT (એર ટ્રાફિક)માં 18 અને MSW માં 571 વિદ્યાર્થીઓએ BAOU ખાતે પ્રવેશ લીધો હતો. આંબેડકર યુનિવર્સીટીને યુજીસીના ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો તરફથી મંજૂરી ના મળતા વિવિધ રિજિનલ સેન્ટરને જાણ પણ કરાઈ સુરત, રાજકોટ, ભાવનગર, ગોધરા, ભૂજ સહિતના સેન્ટરના ડિરેક્ટરોને ઈમેઈલ કરી અપાયેલા પ્રવેશ રદ કરી દેવા જાણ કરાઈ.

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીએ યુજી અને પીજીના વિવિધ ડિસ્ટન્સ લર્નિંગ કોર્ષ ચલાવતી ગુજરાતની એકમાત્ર સરકારી ઓપન યુનિવર્સીટી. BAOU ના રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજાએ કહ્યું કે, નિયમ મુજબ પ્રક્રિયા અભ્યાસક્રમ ચલાવવા માટે કરી હતી. પ્રવેશ સમયે વેબસાઈટ પર સમગ્ર માહિતીઓ પણ શેર કરવામાં આવી હતી, પ્રોવિઝનલ પ્રવેશ આપી રહ્યા છીએ, 31 ઓગસ્ટના રોજ પ્રવેશ નિશ્ચિત કરીશું એ અંગે જાણ વિદ્યાર્થીઓને અગાઉથી કરેલી હતી.

BAOU ના રજિસ્ટ્રારે કહ્યું કે ફરી એકવાર આગામી સત્રમાં અમે BBA, BCA, BBA - AT (એર ટ્રાફિક) અને MSW ના કોર્ષની મંજૂરી માટે યુજીસીના ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરોમાં અરજી કરી, મંજૂરી મેળવીશું. BAOU ના રજિસ્ટ્રારે કહ્યું કે, MBA અને MCA જેવા બે નવા કોર્ષની મંજૂરી મળી છે, જેમાં 20 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે, જે દેશની કોઈપણ ઓપન યુનિવર્સીટીમાં રેકોર્ડ બન્યો છે

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link