Barack Obama પુત્રી માલિયાના બોયફ્રેન્ડથી ભારે હેરાન પરેશાન, જાણો શું છે કારણ
બરાક ઓબામાએ કહ્યું કે કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયા બાદ મારી પુત્રી માલિયાનો બોયફ્રેન્ડ રોરી ફર્કુહર્સન અમારા ઘર પર જ હતો. ઓબામાની મોટી પુત્રીનું નામ માલિયા છે. તેની ઉંમર 22 વર્ષ છે. (તસવીર- સાભાર Getty Images/PTI)
બરાક ઓબામાએ પુત્રીના બોયફ્રેન્ડ રોરી ફર્કુહર્સન અંગે વાત કરતા કહ્યું કે પહેલા રોરી ફર્કુહર્સનના વીઝા અંગે અનેક સમસ્યાઓ સામે આવી હતી. તે જોબ કરતો હતો. આથી મે તેને મારા ઘરમાં રહેવા દીધો. (ફાઈલ ફોટો સાભાર-રોયટર્સ)
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એવો પણ ખુલાસો કર્યો કે તેઓ પહેલા માલિયાના બોયફ્રેન્ડને પસંદ કરતા નહતા. પરંતુ ત્યારબાદ તે તેમને ગમવા લાગ્યો હતો. (ફાઈલ ફોટો/સાભાર-PTI)
બરાક ઓબામાએ એમ પણ કહ્યું કે લોકડાઉન દરમિયાન તેમણે તેમની પુત્રી અને તેના બોયફ્રેન્ડ રોરીની સાથે સારો સમય પસાર કર્યો. તેમણે લોકડાઉનમાં બાળકોને કાર્ડ ગેમ્સ પણ શીખવાડી. (ફાઈલ ફોટો/સાભાર-PTI)
બરાક ઓબામાએ કહ્યું કે તેમની પુત્રી માલિયાના બોયફ્રેન્ડ રોરી તેમની પુત્રી કરતા વધુ ખાવાનું ખાય છે. તેમને આ વાત જરાય વિચિત્ર લાગી. આ જ કારણે તેમનું ગ્રોસરી બિલ 30 ટકા જેટલું વધી ગયું. અત્રે જણાવવાનું કે બરાક ઓબામાની પુત્રી માલિયા અને તેનો બોયફ્રેન્ડ રોરી ફર્કુહર્સનની પહેલી મુલાકાત 2017માં થઈ હતી. (ફાઈલ ફોટો/ફોટો સાભાર- Getty Images)