B`day : અમદાવાદમાં પણ છે બચ્ચનનો પ્લોટ, 1000 કરોડથી વધુની સંપત્તિ, લક્ઝરી ગાડીઓ અને મોંઘી ઘડિયાળના છે શોખીન

Thu, 11 Oct 2018-4:25 pm,

બોલિવૂડમાં શહેનશાહથી ઓળખાતા અમિતાભ બચ્ચન તેમની પ્રસિદ્ધિની સાથે-સાથે સંપત્તિને કારણે પણ દેશની ચર્ચાસ્પદ વ્યક્તિ છે. તાજેતરમાં જ તેમનાં પત્ની અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન સપાના ઉમેદવાર તરીકે રાજ્યસભામાં ચૂંટાયા હતા. તેમાં તેમણે દાખલ કરેલી એફિડેવીટ અનુસાર જયા બચ્ચન દેશનાં સૌથી શ્રીમંત રાજ્યસભાના સાંસદ છે. 

જયા બચ્ચેને જે એફિડેવીટ દાખલ કરી છે તેના અનુસાર તેમના અને તેમના પતિ અમિતાભ બચ્ચનની કુલ રૂ.1,000 કરોડની સંપત્તિ છે. આ સંપત્તિમાં મોંઘી કાર અને કરોડોની જ્વેલરીનો પણ સમાવેશ થાય છે. 

જયા બચ્ચને આપેલી વિગતો અનુસાર બંને પાસે લગભગ 62 કરોડની ગોલ્ડ જ્વેલરી છે. જેમાં અમિતાભ પાસે રૂ.36કરોડની અને જયા બચ્ચન પાસે રૂ.26 કરોડની જ્વેલરી છે. 

તમને એ જાણીને નવાઈ લાગશે કે અમિતાભ બચ્ચન પોતાનું એક ખાનગી જેટ વિમાન પણ ધરાવે છે. તેના અંગે બહુ ઓછા લોકો જાણે છે. 

બચ્ચન પાસે રૂ.9 લાખની કિંમતની એક પેન પણ છે. મોંઘી ઘડિયાળોના શોખીન બચ્ચન પાસે રૂ.3.4 કરોડની કિંમતની જાત-જાતની કિંમતી ઘડિયાળો છે. જયા બચ્ચન પાસે રૂ.51 લાખની ઘડિયાળો છે. 

બચ્ચન પાસે ફ્રાન્સના બ્રિગનોગન પ્લેઝમાં 3,175 ચોરસ મીટરનો એક રેસિડેન્શિયલ પ્લોટ છે. આ ઉપરાંત ભારતમાં પણ બચ્ચન દંપતી નોએડા, ભોપાલ, પુણે, અમદાવાદ, ગાંધીનગરમાં પણ સંપત્તિ ધરાવે છે. બારાબંકીના દોલતપુર વિસ્તારમાં બચ્ચન પાસે 5.7 કરોડની કિંમતના 3 પ્લોટ છે. જયા પાસે લખનઉના કાકોરી વિસ્તારમાં રૂ. 2.2 કરોડની 1.22 હેક્ટર ખેતિની જમીન પણ છે.

બંને પતિ-પત્ની પાસે કુલ મળીને રૂ.13 કરોડની કિંમતની 12 કાર છે. જેમાં એક રોલ્સ-રોયસ, ત્રણ મર્સિડીઝ, એક પોર્શે અને એક રેન્જરોવર જેવી કારનો સમાવેશ થાય છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, અમિતાભ બચ્ચન પાસે એક ટાટા નેનો કાર અને એક ટ્રેક્ટર પણ છે. 

(ફોટો સાભાર. @amitabhbachchan)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link