અમદાવાદના આ રસ્તા પર પીળા કલરનું બોક્સ દેખાય તો ઉભા રહેજો, નહિ તો દંડ થશે
)
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક નવો અભિગમ અપનાવાયો છે. જેમાં અમદાવાદના સૌથી વ્યસ્ત એવા પાંજરાપોળ ચાર રસ્તા પર પીળા રંગથી બોક્સ માર્કિંગ કરવામાં આવ્યું છે. રોડ પર પીળા રંગથી બનાવવામાં આવેલ બોક્સ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યં છે. જેનો હેતુ ટ્રાફિક મેનેજમેન્ટનો છે.
)
બોક્સ માર્કિંગ એ રોડ ટ્રાફિકને કંટ્રોલ કરતી એક ડિઝાઈન છે. સિગ્નલ બંધ હોય તેમ છતાં કેટલાક લોકો વાહનો લઈને આગળ વધી જતા હોય છે, તેથી આ પ્રકારનું બોક્સ બનાવાયું છે. આ બોક્સ સિગ્નલ ખુલ્યા પહેલા ઝીબ્રા ક્રોસિંગ ક્રોસ કરશે અને જો યલો બોક્, સુધી જશે તો દંડ થશે.
)
એએમસી દ્વારા પ્રાયોગિક ધોરણે પાંજરાપોળ ચાર રસ્તા શરૂ કરાયું છે. ટ્રાફિકના નિયમોનું વાહન ચાલક પાલન કરે એ માટે તંત્રની આ પહેલ છે. હાલ પૂરતુ અમદાવાદમાં આ પ્રયોગ કારયો છે. તેના બાદ અમદાવાદના વિવધ 25 પોઈન્ટ પર આ પ્રકારના બોક્સ માર્કિંગ બનાવાશે.
1967ની સાલમાં સૌપ્રથમ વખત આ માર્કિંગ UKનાં લંડનમાં કરવામાં આવી હતી. યેલો બોક્સ જંક્શનનો નિયમ હોય છે કે જેટલા ભાગમાં પીળા રંગથી આ બોક્સ દોરવામાં આવ્યાં છે તેટલા એરિયામાં તમે વાહન ઊભું રાખી શકશો નહીં. તમે યેલો બોક્સમાં ત્યારે જ ઊભા રહી શકશો જ્યારે તમારે જમણી તરફ જવું છે અથવા તો સામે તરફથી કોઈ વાહન આવી રહ્યું છે. જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલ પેનલ્ટી વાહન ચલાવનારે ભરવી પડશે. બેંગલોરમાં આ નિયમ તોડવા બદલ 500-700 રૂપિયા પેનલ્ટી ચાર્જ કરવામાં આવે છે.