શું તમને પણ ટચાકા ફોડવાની આદત છે? તો થઈ જાઓ સાવધાન, થઈ શકે છે આ નુકસાન
કેટલાક લોકોને વારંવાર આંગળીઓ ચટકાવવાની આદત થઈ જતી હોય છે. સમય મળ્યો નહીં કે લાગી જાય છે આંગળીઓ ચટકાવવા. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આંગળીઓના ટચકાવવું તમારા માટે જોખમી પણ સાબિત થઈ શકે છે.
અમે લોકોની આ આદતને લઈને જ્યારે ડો.પ્રવિણ ગર્ગનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પણ આંગળીઓના ટચાકા બોલવવાની આદતને ગંભીર ગણાવી હતી. ડોક્ટર પ્રવિણ ગર્ગનું કહેવું છે કે જો બાળકોની આંગળીઓના ટચાકા બોલાવવામાં આવે તો તે બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે છે કારણ કે બાળકોના હાડકાં કુમળા હોય છે જેનાથી હાંડકામાં ફ્રેક્ચર પણ થઈ શકે છે. તમે ઘણા લોકોને જોયા હશે કે જેઓ મજાક મજાકમાં બાળકોની આંગળીઓના ટચાકા બોલાવતા હોય છે.
જો તમે બાળકોની આંગળીઓના ટચાકા બોલાવતા હોવ તો આજથી જ બંધ કરી દેજો કારણ કે બાળકોના સાંધા કુમળા હોય છે જેનાથી હાંડકામાં ફ્રેક્ચર પણ થઈ શકે છે. સામાન્ય રીતે આંગળી ઘૂંટણ તથા હથેળીના દરેક જોઈન્ટની વચ્ચે અમુક ખાસ પ્રકારનું લીક્વીડ હોય છે જે આપણા હાડકાની મજબૂતી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે. આ લીક્વીડના કારણે તમારા હાડકાની મૂવમેન્ટના કારણે હાડકાંથી વધારે થતા ઘસારાને અટકાવી શકાય છે.
ડોક્ટર પ્રવિણ ગર્ગનું કહેવું છે કે જો તમારે આંગળીઓ ટચાકા બોલાવવા હોય તો તમારે ફક્ત આંગળીઓને ખેંચી શકો છો, તેમજ આંગળીઓ પર માલિશ કરી શકો છો. પણ આંગળીઓના ટચાકા તો હવે ભુલી જ જજો.
ઉપાય - આંગળીઓ પર કરો તેલની માલિશ - આંગળીઓને ખેંચી શકો છો