હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે આ 6 ફૂડ્સ, આજથી જ ખાવાનું કરો શરૂ

Sat, 20 May 2023-7:01 pm,

પાંદળાવાળા શાકભાજીમાં પોટેશિયમની ઉચ્ચ માત્રા હોય છે, જે સોડિયમના પ્રભાવને ઘટાડી હાઈ બ્લડ પ્રેશરમાં મદદરૂપ બને છે. ટામેટા, બટાટા, બીટ, શક્કરીયા, મશરૂમ, લસણ જેવા શાક અને તરબૂચ, કેળા, એવોકાડોસ, કિવી, બેરી, નારંગી, જરદાળુ જેવા ફળ લાઇકોપીન, પોટેશિયમ, નાઇટ્રિક એસિડ, મેગ્નીશિયમ, વિટામિન સીટ, એન્થોસાયનિન જેવા પ્રાકૃતિક ગુણોથી ભરપૂર હોય છે. હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરી શકે છે. 

 

 

બીન્સ, દાળ અને મસૂર પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે જે બ્લડ સર્કુલેશનના કાર્યને વધારે છે અને સોજાને ઘટાડી બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. 

 

 

બદામ, પિસ્તા અને અખરોટ જેવા મેવા પોટિશિયમ, મેગ્નીશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે. આ બધા બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરી શકે છે. 

 

 

સમગ્ર અનાજ, વિશેષ રૂપથી રોલ્ડ ઓટ્સમાં પણ બીટા-ગ્લૂકેન નામનું એક પ્રકારનું ફાયબર હોય છે, જે બ્લડ પ્રેશરને પણ ઘટાડવામાં મદદ કરે છે. કુલ મળીને આ ખાદ્ય પદાર્થો માટે એક સંતુલિક, સ્વસ્થ, આહારમાં સામેલ કરવાથી બ્લડ પ્રેશરમાં મદદ મળશે અને હાર્ટની હેલ્થ સારી રહેશે. 

 

 

પેકિંગ, પ્રોસેસ્ડ અને સંરક્ષિત ખાદ્ય પદાર્થો, એડિટિવ્સ અને ફ્લેવરવાળા ખાદ્ય પદાર્થો, રિફાઈન્ડ ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું જરૂરી છે, કારણ કે તેમાં સોડિયમની માત્રા વધુ હોવાની સંભાવના છે. 

 

 

આ સિવાય સુતા પહેલાં ઠંડા પાણીથી સ્વાન કરવું ફાયદાકારક થશે કારણ કે તે તાપમાનને ઘટાડવામાં મદદ કરે છે, જે સારી ઊંઘ માટે યોગ્ય છે. રાત્રે સારી ઉંઘ બ્લડ પ્રેશરને ઘટાડવાની સાથે ઘણી હેલ્થ સમસ્યાઓ માટે પણ મહત્વપૂર્ણ છે. 

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link