આ સ્થળ છે ઉત્તર ગુજરાતનું મીની સ્વર્ગ! જ્યાં નથી ગયા તો આ ફેરો નકામો! સોળે કળાએ ખીલ્યું સૌંદર્ય

Thu, 08 Aug 2024-8:35 pm,

ચોમાસું શરૂ થાય તેની સાથે જ નદી-નાળા છલકાઈ જાય છે. ધોધ અને ઝરણાં વહેવા લાગે છે. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. આ નયનરમ્ય દ્રશ્યો અરવલ્લીની ગિરિમાળાના છે. ભિલોડામાં આવેલા સુનસર ધોધનો હાલ સુંદર નજારો જોઈ શકાય છે. પર્વત પરથી પડતો ધોધ જીવંત થતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મજા માણવા માટે ઉમટી પડ્યા છે. ચારે બાજુ અરવલ્લીની પર્વતમાળાઓ અને તેમાં રહેલી હરિયાળી વચ્ચેથી વહેતું ઝરણું કોઈને પણ આકર્ષિત કરી શકે છે. સુનસર ધોધનો હાલ નજારો એટલો નયનરમ્ય લાગી રહ્યો છે કે જાણે કુદરત સ્વયં અહીં ઉતરી આવી હોય.  

મનમોહિત કરનારા આ ધોધની મજા માણવા માટે અરવલ્લી જ નહીં પરંતુ અનેક જિલ્લાના પ્રવાસીઓ ઉમટ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોધ પર પહોંચી પ્રકૃતિનો આનંદ ઉઠી રહ્યા છે. તો પ્રવાસીઓની મજા ક્યાંક સજા ન બની જાય તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પરંતુ પ્રવાસીઓ હાલ ધોધનો પરિવાર સાથે આનંદ ઉઠાવતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં સારા વરસાદથી એક તરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. બીજી તરફ મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ગુજરાતમાં મુશળધાર વરસ્યા નથી. જો કે અમદાવાદ સહિતના શહેરોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. જેનાથી શહેરીજનોને બફારાથી આંશિક રાહત મળી રહી છે. તો આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં છટો છવાયો વરસાદ રહેવાનું અનુમાન છે. રાજ્યમાં હાલ કોઈ પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન નથી.

ગુજરાતના આકાશમાં ઓફશોર ટ્રફ સક્રિય હોવાથી વરસાદ સારો રહી શકે છે...ખાસ દરિયા કાંઠાના જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને દરિયામાં કરંટ જોવા મળી શકે છે..જેના કારણે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.

ગુજરાતમાં જે વરસાદ અત્યાર સુધી વરસ્યો તો ખુબ જ સારો વરસ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ ચોમાસુ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી 15 ટકા વધુ વરસાદ વરસ્યો છે...જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેકગણો વરસાદ વરસ્યો છે. હજુ કેટલાક જિલ્લા વરસાદ ઝંખી રહ્યા છે. ત્યારે આવા સુક્કા જિલ્લામાં મેઘરાજા ક્યારે મહેરબાન થાય છે તે જોવું રહ્યું.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link