આ ઉંમરમાં પણ ખૂબ જ યંગ દેખાઈ રહી છે Karisma Kapoor, જુઓ Pics...
કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસવીર શેર કરી છે. જેમાં તે તેના ઘરની બાલકનીમાં બેઠી જોવા મળી રહી છે.
તસવીરમાં કરિશ્માને બ્લેક ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં જોઇ શકાય છે. તસવીર શેર કરવાની સાથે કરિશ્માએ આ પણ જણાવ્યું કે ઘણાં લાંબા સમય બાદ જીન્સ પહેરીને તે ઘણી ખુશ છે.
આ ફોટોઝને કરિશ્માના હજારો ચાહકોએ રીપોસ્ટ કરવાની સાથે તેની ખુબજ પ્રશંસા કરી હતી.
કરિશ્માની આ તસવીરો પર તેના ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યાં છે અને તેને લાઇક્સ પણ કરી રહ્યાં છે.
કરિશ્મા ફિટનેસની સાથે ફેશનની દુનિયામાં પણ છવાયેલી રહે છે. તેનો અંદાજ ટીવી પર આજે પણ અન્ય એક્ટ્રેસેસથી અલગ અને ખુબજ ગ્લેમરસ છે. (ફોટો સાભાર: કરિશ્મા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)