Bed Tea Side Effects: સવારે ઉઠતાની સાથે ના પીવો ચા, આ ખરાબ આદતથી થશે પાંચ નુકસાન

Sat, 05 Mar 2022-11:55 am,

આયુર્વેદના જણાવ્યા અનુસાર, સવારે ખાલી પેટ ચા પીવાથી પિત્ત રસ બનવાની પ્રક્રિયા અવરોધાય છે. જેના કારણે ઉબકા અને ગભરાટનું કારણ બની શકે છે. બેડ ટી લેવાથી પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરી શકતું નથી. તેનાથી, ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો, પેટ ફૂલાવવું અને પેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે.

લાંબા સમય સુધી ખાલી પેટ ચા પીવાના આદત ચાંદા જેવી ગંભીર બીમારીના ખતરાને વધારી શકે છે. તેનાથી બચવા માટે તમારે તમારી આ આદતને બદલવાની જરૂર છે.

ખાલી પેટ ચા પીવાની આદત હાડકાને પણ નુકાસાન પહોંચાડે છે. ખાલી પેટ ચા પીવાથી શરીરમાં વાત દોષ વધી જાય છે. તેનાથી હાડકા નબળા થવા લાગે છે. જેના કારણે નાની ઉંમરમાં તમને સાંધાના દુખાવાનો સામનો કરવો પડી શકે છે.

ચા અને કોફીમાં કેફીન મોટા પ્રમાણમાં હોય છે. ખાલી પેટ ચા પીવાથી ગુસ્સો, ચીડિયાપણું અને તણાવ વધી શકે છે.

સવારે ખાલી પેટ ચા પીવાની આદત બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખુબજ નુકસાન કારક સાબિત થઈ શકે છે. ચામાં કેફીન મોટા પ્રમાણમાં હોય છે. સવારની ચામાં હાજર કેફીન શરીરમાં ઝડપથી ભળી જાય છે, જેની Heart Rate અને Blood Pressure પર અસર પડે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલુ ઉપાય અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE NEWS તેની પુષ્ટી કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link