Beer નો શોખ ધરાવતા લોકો માટે ખુશખબર, આ રાજ્યમાં 1 તારીખથી બીયરના ભાવ ઘટી જશે

Sun, 14 Mar 2021-2:14 pm,

1 એપ્રિલથી ઉત્તર પ્રદેશમાં નવી આબકારી નીતિ લાગૂ થઈ જશે. 2021-22 નાણાકીય વર્ષ માટે બીયરના ભાવ 18-20 ટકા ઓછા થઈ જશે. જેનો અર્થ એ થયો કે બીયરના ભાવ લગભગ 20 રૂપિયા સુધી ઓછા થશે. 

હાલ યુપીમાં બીયરના 500 એમએલવાળા કેનની કિંમત 130 રૂપિયા છે. 650 મિલીલીટરવાળી બોટલની કિંમત 170 રૂપિયા છે. બ્રાન્ડની રીતે ભાવમાં પણ ફરક છે. પરંતુ 130 રૂપિયાથી ઓછાનું કેન અને 170 રૂપિયાથી ઓછી કોઈ બોટલ નથી. 

ઓછા ભાવના કારણે નોઈડા અને ગાઝિયાબાદના લોકો દિલ્હીથી બીયર લાવવાનું પસંદ કરે છે. આ કારણે યુપીમાં બીયર વિક્રેતાઓનો માલ પૂરેપૂરો વેચાઈ શકતો નથી. સરકારની કોશિશ છે કે ભાવમાં ઘટાડો કરીને તસ્કરી પર રોક લગાવવામાં આવે. 

બીયરના ભાવમાં ઘટાડા પાછળ સૌથી મોટું કારણ નવી આબકારી નીતિ ગણવામાં આવી રહી છે. નવી આબકારી નીતિ મુજબ હવે બીયર શોપ માટે દર વર્ષે લાઈસન્સ લેવું પડશે નહીં. એકવારમાં 3 વર્ષ માટે લાઈસન્સ આપવામાં આવશે. આ ઉપરાંત બીયરના લાઈસન્સમાં પણ કોઈ વધારો કરાયો નથી. 

હવે બીયરના લાઈસન્સ આપવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન કરાઈ છે. યુપીમાં બીયરની દુકાન માટે કારોબારી 20 હજાર રૂપિયાની ફી જમા કરાવીને અરજી કરી શકે છે. લકી  ડ્રોમાં નામ આવે તો નગર નિગમ ક્ષેત્રની દુકાનો માટે 70 હજાર, નગર પાલિકા ક્ષેત્રની દુકાનો માટે 60 હજાર અને નગર પંચાયત ક્ષેત્ર માટે 40 હજાર રૂપિયા લાઈસન્સ ફી જમા કરાવવાની હોય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link