Krishna ને કોણે આપી વાંસળી? શું રહસ્ય છુપાયેલું છે વાંસળીમાં? મુરલી કૌન તપ તૈં કિયો? રહત ગિરધર મુખહિ લાગી, અધર કો રસ પીયો...

Wed, 21 Apr 2021-4:53 pm,

વાંસળી ભગવાન શ્રીકૃષ્ણનું પ્રતીક છે. વાંસળી વગાડતા ભગવાન શ્રીકૃષ્ણની છબિ યુગો યુગોથી ભક્તોના મન મોહી રહી છે. જો કે ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે શ્રી કૃષ્ણને વાંસળી કોણે આપી હતી. આજે અમે તમને તેના વિશે જણાવીશું. તો આવો તેની સાથે જોડાયેલી રોચક કથા જાણીએ. 

ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં જયારે ભગવાન કૃષ્ણના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો.ત્યારે ભગવાન કૃષ્ણને જોવા માટે દેવી-દેવતાઓ અલગ અલગ વેશમાં પૃથ્વી પર આવવા લાગ્યા.એવામાં ભગવાન શિવ પણ ભગવાન શ્રીકૃષ્ણને મળવાનું વિચારવા લાગ્યા, પરંતુ તેમના મનમાં એ સવાલ ઉઠ્યો કે તે ભગવાન શ્રીકૃષ્ણ માટે એવી કઈ ભેટ લઈને જાય, જે તેમને પ્રિય લાગે.જેથી ભગવાન શંકરે ભેટમાં વાંસળી આપી. 

કનૈયાને ભેટ આપવા માટે શિવજીને યાદ આવ્યું કે તેમની પાસે દધીચિ ઋષિનું મહાશક્તિશાળી હાડકું છે.જેથી શિવજીએ તેની અસ્થિ ઘસીને તેમાંથી એક સુંદર વાંસળી બનાવી. ત્યારબાદ ભગવાન શિવ ગોકુલ પહોંચ્યા અને ભગવાન શ્રીકૃષ્ણને તેને વાંસળી ભેટમાં આપી હતી 

દધીચિ ઋષિએ ધર્મની રક્ષા માટે પોતાના શક્તિશાળી શરીરના દરેક હાડકાં દાન કરી દીધા હતા. ભગવાન વિશ્વકર્માએ તે હાડકાઓની મદદથી જ પિનાક, ગાંડિવ, શારંગ એમ કુલ ત્રણ ધનુષ બનાવ્યા હતા. વિશ્વકર્માએ દધીચિ ઋષિના હાડકાઓની મદદથી જ ઇન્દ્ર માટે વ્રજની રચના કરી હતી.અને તેમના હાડકામાંથી ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી બની હતી. 

ભગવાની શ્રી કૃષ્ણ પાસે વિશેષ હાકડામાંથી બનેલી વાંસળી હતી.પરંતુ તે બાદ વાંસના લાકડામાંથી વાંસળી બનાવવાની પ્રથા ચાલી આવે છે.જેને આજે  અનેક રૂપ લીધા છે.જેમાં અનેક પ્રકારની વાસંળી આવે છે.જેનો મહત્વ પણ અલગ અલગ હોય છે. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link