Cardamom Water: સવારે ખાલી પેટ લીલી એલચીનું પાણી પીવાથી થાય છે ચમત્કારી ફાયદા
એલચીમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ, ડાયટરી ફાઈબર, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે. જે શરીર માટે ખૂબ જરૂરી છે.
જે લોકોનું વજન વધારે હોય અને તેમને વજન ઘટાડવું હોય તો સવારે ખાલી પેટ એક કપ એલચીનું પાણી પીવું જોઈએ. તેનાથી મેટાબોલિઝમ સારું થાય છે.
એલચીનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
એલચીનું પાણી પોટેશિયમથી ભરપુર હોય છે જે હાઈ બ્લડ પ્રેશરના દર્દીને લાભ કરે છે. આ પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
ઘણા લોકોના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે. તેનાથી બચવા માટે એલચીનું પાણી પીવું જોઈએ. તેમાં ફાયબર અને એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે.
નિયમિત રીતે એલચીનું પાણી પીવાથી પાચન સારું રહે છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાથી રાહત મળે છે.