Onion Benefits: અનેક બીમારીઓથી બચાવે છે ડુંગળી, જાણો કોરોના સામે કઈ રીતે રક્ષણ આપશે ડુંગળી
ગરમીમાં લૂ થી બચવા રોજ કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ. ડુંગળીમાં રહેલાં ગુણકારી તત્વો આપણને લૂ સહિત અનેક બીમારીથી બચાવે છે. સાથે જ ડુંગળી આપણી ઈમ્યૂનિટીમાં પણ વધારો થાય છે. એટલું જ નહીં ડુંગળી ખાવાના કારણે આપણું પાચનતંત્ર પણ સારું રહે છે. કાચી ડુંગળી નિયમિત ખાવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.
કાચી ડુંગળીમાં અનેક ગુણો રહેલાં છે. નિયમિત કાચી ડુંગળી ખાવાથી હાર્ટની લગતી સમસ્યાથી બચી શકાય છે. એટલું જ નહીં એનાથી હાર્ટ અટેકનો ખતરો ખુબ જ ઓછો થઈ જાય છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલચરની માનીએ તો ડુંગળીમાં 25.3 મિલિગ્રામ કૈલ્શિયમ હોય છે. અને કૈલ્શિયમ આપણાં હાડકાં માટે ખુબ જ આવશ્યક છે. ડુંગળીના સેવનથી હાડકાં મજબૂત થાય છે.
કોરોના કાળમાં આજે સૌ કોઈ ઈમ્યૂનિટી વધારવાની વાત કરી રહ્યું છે. ત્યારે તમારા રસોડામાં પડેલી ડુંગળી પણ ઈમ્યૂનિટી વધારવા માટે મહત્ત્વની છે. કારણકે, ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી કેંસર તત્વો જોવા મળે છે.
ઘણીવાર આપણને કોઈક એલર્જીના કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓ ઉભી થતી હોય છે. ત્યારે જે લોકોને અસ્થમાની બીમારી છે તેમના માટે ડુંગળીનું સેવન એ ઔષધ સમાન છે. ડુંગળીમાં રહેલું ફ્લૈવનોયડ્સ અસ્થમાના દર્દીઓ સરળતાતી શ્વાસ લઈ શકે તેના માટે મદદ કરે છે.
ડાયબિટીઝ અને પ્રીડાયબિટીઝ વાળા લોકો માટે પણ ડુંગળી ખુબ જ લાભદાયક છે. કારણકે, ડુંગળી બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ડુંગળીમાં રહેલું સલ્ફર નામનું તત્વ શરીરમાં એન્ટીડાયબિટીકની રીતે કામ કરે છે.
(નોંધઃ જોકે, કોઈપણ ઉપાય કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે)