આ રહી 5 સૌથી સસ્તી 7 સીટર કાર, કિંમત છે તમારા બજેટમાં

Tue, 09 Nov 2021-10:10 pm,

 નિશાનની કાર Datsun Go Plus હાલના સમયમાં પણ ભારતમાં વેચાઈ રહી છે. આ કારને વૈશ્વિક બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. આ કાર સૌથી સસ્તી 7 સીટર કાર છે. જેની શરૂઆતની કિંમત 4.26 લાખની આસપાસ છે. કારનું ટોપ મોડલ 7 લાખની અંદર મળશે. Datsun GO Plus કાર 76bhp પાવર અને 104Nm ટોર્ક જનરેટ કરે છે.

Renault Triber પણ ભારતીય બજારમાં હાજર સૌથી સસ્તી 7 સીટર કાર છે. ફ્રેન્ચ કંપની દ્વારા ઉત્પાદિત આ કારની પ્રારંભિક કિંમત 5.5 લાખ રૂપિયા છે. જ્યારે તેના ટોપ મોડલની કિંમત 7.95 લાખ રૂપિયા છે. આ કારમાં ગ્રાહક પાસે 7 સીટરનો વિકલ્પ છે અને વધુ જગ્યા માટે છેલ્લી સીટ કાઢી શકાય છે.

મારુતિની કારની માંગ પહેલેથી જ ઘણી વધારે હોય છે. અને લોકો  મુસાફરી માટે તેની 7 સીટર મારુતિ સુઝુકી અર્ટિગા તરફ વળે છે. આ કાર CNG અને પેટ્રોલ બંને વર્ઝન સાથે આવે છે, જેની કિંમત 7.78 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટોપ મોડલની વાત કરીએ તો તેની કિંમત 10.56 લાખની નજીક છે. BS-6ના આગમનથી કંપનીએ તેનું ડીઝલ મોડલ બંધ કરી દીધું છે.

 મહિન્દ્રા બોલેરો કારનો ગામડાઓ અને શહેરોમાં અલગ જ ક્રેઝ છે. તે ભારતમાં સૌથી વધુ વેચાતી SUV છે જે 3 વેરિઅન્ટમાં આવે છે. આમાં B4, B6 અને B6 ઑપ્ટનો સમાવેશ થાય છે. આ ત્રણ વેરિઅન્ટની કિંમત અનુક્રમે 8.62 લાખ, 9.36 લાખ અને 9.61 લાખ રૂપિયા છે. આ ડીઝલ કારમાં 75bhp પાવર એન્જિન આપવામાં આવ્યું છે જે 210Nm ટોર્ક જનરેટ કરે છે.

 મહિન્દ્રાની બીજી 7 સીટર કારની વધુ માંગ છે, જેનું નામ બોલેરો નિયો છે. આ કાર બોલેરોનું એડવાન્સ વર્ઝન છે જે તેને વધુ ખાસ બનાવે છે. આ SUV કાર TUV300 જેવી લાગે છે. તેના 3 વેરિઅન્ટ પણ બજારમાં હાજર છે જેમાં N4, N8 અને N10નો સમાવેશ થાય છે. તેમની કિંમત અનુક્રમે 8.48 લાખ, 9.48 લાખ અને 9.99 લાખ રૂપિયા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link