Honeymoon destination: હનીમૂન માટે આનાથી બેસ્ટ એક પણ ડેસ્ટિનેશન નથી, ફોટો જોઈને ટિકિટ બુક કરાવવાનું થઈ જશે મન
બાલીને ટુરિસ્ટ કેપિટલ પણ કહેવામાં આવે છે. અહીં સુંદર મંદિર, વાઇલ્ડ લાઇફ અને બીચ પર ફરવાની મજા માણી શકાય છે. અહીં જવા માટે એપ્રિલથી સપ્ટેમ્બર નો સમય બેસ્ટ હોય છે.
જો તમે ઇન્ડોનેશિયામાં માઉન્ટ બ્રોમો નથી જોયું તો તમારી ટ્રીપ અધૂરી ગણાશે. અહીંના નજારા જોવાલાયક હોય છે. આ જગ્યા તેના એક્ટિવ વોલ્કેનોના કારણે પણ જાણીતી છે. જો તમે તમારા પાર્ટનર સાથે કંઈક નવું એક્સપિરિયન્સ કરવા માંગો છો અથવા તો ટ્રેકિંગ કરવા માંગો છો તો આ જગ્યા તમારા માટે જન્નત છે.
હનીમૂન માટે ઓરા બીચ પણ બેસ્ટ જગ્યા છે. અહીં બીચ પરની સફેદ રેતી અને ક્રિસ્ટલ ક્લિયર પાણી તમને એક અલગ જ અનુભવ કરાવશે. અહીં જવું હોય તો એપ્રિલથી ઓગસ્ટ સુધીનો સમય સૌથી સારો છે.
કંબોડોમાં તમે ગુલાબી બીચના બ્લુ પાણીમાં ડાઇનિંગ કરવાની મજા માણી શકો છો. હનીમૂન માટે આવતા કપલ આ જગ્યાને સૌથી વધુ પસંદ કરે છે. અહીં તમે માર્ચ, જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના સમયમાં ફરવા જઈ શકો છો.
જો તમે એક રોમેન્ટિક ટ્રીપ પ્લાન કરી રહ્યા છો તો આ જગ્યા બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે વાઈટ સેન્ડ, બીચ પર લોંગ વોક કરી શકો છો. અથવા તો પાર્ટનરની સાથે અન્ડરવોટર મરીને લાઇફની મજા માણી શકો છો. અહીં જવા માટેનો બેસ્ટ સમય છે ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચેનો છે.