Scuba Diving In India: જાણો ભારતમાં ક્યાં ક્યાં કરી શકાય છે સ્કુબા ડાઇવિંગ અને કેટલો થાય ખર્ચ
શાનદાર કોરલ રીપ્સ અને સમુદ્રી જીવનની વિવિધતા જોવા માટે ભારતનું અંદમાન બીચ સૌથી બેસ્ટ છે. આ ભારતનું બેસ્ટ સ્કુબા ડાઇવિંગ ડેસ્ટિનેશન છે. અહીં તમે ચારથી પાંચ હજારના ખર્ચમાં આરામથી સ્કુબા ડાઇવિંગ કરી શકો છો.
જો તમે લક્ષદ્વીપ જવાનું પ્લાન કરી રહ્યા છો તો સ્કુબા ડાઇવિંગ કરવાનું ભૂલતા નહીં. અહીં તમે સમુદ્રના બ્લુ પાણીમાં સમુદ્રજીવોની સાથે તરવાની મજા લઈ શકો છો. અહીં સ્કુબા ડાઇવિંગ કરવાનો ખર્ચ 4000 થી 7000 રૂપિયાની વચ્ચે હશે.
જો તમે ઓક્ટોબર કે મે મહિનામાં ગોવા જાવ છો તો ફક્ત અહીંની નાઈટ લાઈફ એક્સપ્લોર કરવાને બદલે સ્કુબા ડાઇવિંગની મજા પણ માણજો. અહીં તમે સ્કુબા ડાઇવિંગ 5000 સુધીના ખર્ચમાં કરી શકો છો.
સમુદ્રી કાચબા અને વ્હેલ શાર્ક જોવી હોય તો કર્ણાટકના નેત્રાની દ્વીપ પર સ્કુબા ડાઇવિંગ કરવું. અહીં 5000 રૂપિયામાં તમે સ્કુબા ડાઇવિંગનો અનુભવ લઈ શકો છો.
પોંડીચેરીમાં આખું વર્ષ સ્કુબા ડાઇવિંગ કરી શકાય છે. આ ભારતનું બેસ્ટ અન્ડરવોટર સ્કુબા ડાઇવિંગ ડેસ્ટિનેશન છે. અહીં સ્કુબા ડાઇવિંગ કરવાનો ખર્ચ છ થી આઠ હજાર રૂપિયા સુધીમાં થાય છે.