Best Selling Cars: સૌથી વધુ વેચાઇ રહી છે આ 5 કાર્સ, અંધાધૂન ખરીદી રહ્યા છે લોકો
ઓગસ્ટ 2023માં મારુતિ સ્વિફ્ટ સૌથી વધુ વેચાતી કાર હતી, જેમાં 18,653 યુનિટ વેચાયા હતા. તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 65 ટકાનો વધારો નોંધાયો છે.
મારુતિ બલેનોએ ઓગસ્ટ 2023માં 18,516 યૂનિટ્સનું વેચાણ કર્યું છે, જે તેને બીજી સૌથી વધુ વેચાતી કાર બનાવે છે. તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 1 ટકાનો વધારો નોંધાયો છે.
ઓગસ્ટ 2023માં મારુતિ વેગન આરના 15,578 યુનિટ વેચાયા છે. આ સાથે તે વેચાણની દ્રષ્ટિએ ત્રીજા નંબરે છે. તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ઓગસ્ટ 2023 માં મારુતિ બ્રેઝાના 14,572 યુનિટ વેચાયા હતા અને તે ચોથી સૌથી વધુ વેચાતી કાર હતી. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 4 ટકાનો ઘટાડો થયો છે.
વેચાણની દ્રષ્ટિએ ટાટા પંચ 14,523 એકમોના વેચાણ સાથે 5માં નંબરે છે. તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 21 ટકાનો વધારો નોંધાયો છે.