Child Care: બાળકો માટે વરદાન સમાન છે આ 5 સુપરફૂડ્સ, ફાયદા જાણીને ચોંકી જશો
કેળા એક એવું ફળ છે જે દરેકને ખાવાનું ગમે છે. જો બાળકો દરરોજ આ ખાય તો તેમના શરીરને વિટામિન B6, વિટામિન C, વિટામિન A, મેગ્નેશિયમ, પોટેશિયમ, બાયોટિન અને ફાઇબર મળતું રહેશે. કેળા બાળકોને એનર્જી આપવાનું કામ કરે છે.
ડ્રાયફ્રૂટ્સ ખવાથી શરીરમાં ભરપૂર એનર્જી આવે છે. શરીરને જરૂરી પોષક તત્ત્વો પણ આ સુકામેવા ખાવાને કારણે મળી રહે છે. તેને નિયમિત રીતે એક નિયત માત્રામાં ખાવામાં આવે તો ખુબ લાભ થાય છે.
ઇંડાને એક આવશ્યક સુપરફૂડ ગણવામાં આવે છે, સ્વાસ્થ્ય નિષ્ણાતો તેને નાસ્તામાં ખાવાની ભલામણ કરે છે. તેમાં પ્રોટીન, વિટામિન-બી, વિટામિન-ડી, ઓમેગા-3 ફેટી એસિડ અને ફોલિક એસિડ સહિત ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી છે.
જો દૂધને સંપૂર્ણ ખોરાક કહેવામાં આવે તો કદાચ ખોટું નહીં હોય, કારણ કે તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે બાળકોના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તેનાથી શરીરને કેલ્શિયમ અને વિટામિન મળે છે જે બાળકોને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ઓટ્સ એ ખૂબ જ હેલ્ધી ફૂડ છે. તેમાં દ્રાવ્ય ફાયબર અને બીટા-ગ્લુકેન હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કારણ કે તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. બાળકોના સારા સ્વાસ્થ્ય માટે તમે નાસ્તામાં ઓટ્સ ખવડાવો
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)