ભારતને સાવ અડીને આવેલો આ દેશ દિવાળી માટે છે બેસ્ટ અને સસ્તું ટુરિસ્ટ ડેસ્ટિનેશન

Tue, 23 Oct 2018-10:36 am,

ભૂટાનમાં જઈને તમને સુખ શું છે તેનો અહેસાસ થશે. અહીંના દરેક સ્થળો તમારી આત્માને ધમરોળી મૂકી દે તેવા છે. મૂળ વાત તો એ છે કે, જો તમે ભારતીય છો, તો અહીં જવા માટે તમારી પાસે વીઝા હોવા જરૂરી નથી. પરમિટ લેવાની જરૂર પડે છે. જે સરળતાથી ફુન્ટસોલિંગમાં મેળવી શકો છો. સામાન્ય પરમિટ પર ભૂટાનના ત્રણ શહેરો થિમ્ફુ, પારો અને પુનાખાની મુલાકાત લઈ શકાય છે. આ દેશમાં તમને આવીને લાગશે કે તમે કુદરની અજાયબીમાં આવ્યા છો. આ દેશની ખાસિયત એ છે કે, અહીં દરેક વસ્તુ તેના શુદ્ધ સ્વરૂપમાં જોવા મળે છે. અહીંની વાનગીઓ ચાખીને તમને સ્વર્ગનો આનંદ થયો હોય તેવું લાગશે. ભૂટાન એક એવો દેશ છે, જ્યાં તમને સંખ્યાબંધ બૌદ્ધ મઠ જોવા મળશે. 

ધરતીના આ નાનકડા ટુકડા પરનું વાતાવરણ એટલું મિજાજી હોય છે, કે તમને હેરાન કરી દેશે. અહીં ફરવાનો બેસ્ટ સમય ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચેનો છે. આ સમય ભૂટાન ફરવા માટે એટલે બેસ્ટ છે કે, આ સમયે ભૂટાનમાં અનેક તહેવારો સેલિબ્રિટ કરવામાં આવે છે. ભૂટાનની સૌથી મોટી ખાસિયત તેનું કલ્ચર છે. આ દેશ તેના કલ્ચરને ધરબીને બેઠું છે. તેમાં કોઈ પણ પ્રકારની મિલાવટ જોવા નહિ મળે. એટલું જ નહિ, અહીના દેશના નાગરિકોને પબ્લિક સ્થળો પર ભૂટાનનો પારંપારિક પહેરવેશ પહેરવાનો નિયમ છે. 

ભૂટાન જવા માટે રોડ અને હવાઈ એમ બે ઓપ્શન અવેલેબલ છે. અહીંની એરલાઈન કંપની ડ્રુક એર છે. કાઠમંડુ, કોલકાત્તા, બેંગકોક, ડક્કા અને નવી દિલ્હીથી ભૂટાન જવા ફ્લાઈટ મળી જાય છે. ભૂટાનનું એકમાત્ર એરપોર્ટ પેરોમાં છે. જો તમે રેલવે દ્વારા મુસાફરી કરવા માંગતા હોવ તો એક વાત નોંધી લો કે, ભૂટાનમાં કોઈ રેલવે નથી. ભારતમાં બાગડોગરાથી બસ દ્વારા ભૂટાન પહોંચી શકાય છે. આ રુટ 175 કિલોમીટર જેટલો છે. ભૂટાનના આ એન્ટ્રી પોઈન્ટથી રાજધાની થિંપૂનો રસ્તો અંદાજે 200 કિલોમીટરનો છે. 

ભૂટાનમાં ફરવા માટે અહીંના 6 મહત્વના સ્થળો છે. પેરો, ભૂમથંગ, ત્રોંગ્સા, ફબ્જિકા વગેરે શહેરોમાં ભૂટાનની સુંદરતાને નિહાળી શકાય છે. ફ્લાઈટથી જાઓ તો સૌથી પહેલા પેરો શહેર સાથે મુલાકાત થાય છે. પણ, જો તમે એડવેન્ચરના શોખીન છો, તો ભૂટાનના સેંગોરમાં ખાસ જજો. અહીં મોટા ધોધ, પહાડીઓની વચ્ચેથી નીકળતો રસ્તો, રોમાંચક સરોવરથી તમારી જર્ની અવિસ્મરણીય બની જશે. સિટ્રસના વૃક્ષોની વચ્ચેથી નીકળતો આ રસ્તો એટલો રોમેન્ટિક બની જાય છે કે, બાદમાં તે જંગલ અને બરફથી ઢંકાયેલી પહાડીઓમાં ફેરવાઈ જાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link