Summer Tourism: ગરમીની રજાઓ માટે ભારતના આ છે ટોપ 10 બેસ્ટ ડેસ્ટિનેશન

Mon, 22 Mar 2021-12:07 pm,

યેરકડ તમિલનાડુનું ખુબ પ્રખ્યાત સ્થળ છે. આ સ્થાન કોફી અને મસાલાવાળા બગીચા માટે પણ જાણીતું છે. આ માત્ર એક સુંદર સ્થળ જ નથી, પરંતુ તમે અહીં ટ્રેકિંગની મજા પણ લઈ શકો છો. અહીંના ધોધના દ્રશ્યો મનને શાંતિ આપે છે. આ સિવાય અહીં આવીને તમે જાપાની પાર્ક, અન્ના પાર્કનો નજારો પણ જોઈ શકો છો.

શિમલા ખુબ જાણીતું હિલ સ્ટેશન છે. જે કુદરતી સૌંદર્યથી ભરેલું છે. મે-જૂનની ભીષણ ગરમીથી બચવા માટે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. બરફથી ઘેરાયેલા પહાડો આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.

મનાલી હરિયાળી અને પર્વતોથી ઘેરાયેલું સુંદર સ્થળ છે. અહીંની શુદ્ધ હવા તમારો બધો થાક દૂર કરશે. અહીં તમે પેરાગ્લાઇડિંગ, બાઇકિંગ, રિવર રાફ્ટિંગની મજા લઈ શકો છો. આ સાથે જ અહીં ઠંડીની સિઝનમાં હિમવર્ષા બાદ નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે.

લક્ષદ્વીપ 36 થી વધુ નાના ટાપુઓમાં વહેંચાયેલું છે. આ તમામ ટાપુઓ પર કોરલ રીફ, રેતાળ દરિયાકિનારા અને સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળે છે. પ્રદૂષણમુક્ત હવા, શુદ્ધ પાણી તેની સુંદરતામાં વધારો કરે છે. અહીં તમે સંપૂર્ણ રીતે કુદરતી આનંદ અને આરામનો આનંદ માણી શકો છો.

લદ્દાખ બાઇક પ્રેમીઓ માટે સૌથી પ્રિય સ્થળ છે. ઉનાળામાં અહીં જવાથી રાહત થાય છે. અહીં તમે વિવિધ પ્રકારના ખડકોનો આનંદ માણી શકો છો. વિવિધ પ્રકારના તળાવો અને નુબ્રા વેલી અહીંની શાન છે. લદ્દાખના રસ્તાઓ પર બાઇક રાઇડ પર જવાની પણ એક અલગ જ મજા છે.

જ્યારે આપણે ઉનાળાથી રાહત મેળવવાની વાત કરી રહ્યા છીએ, ત્યારે આપણે કાશ્મીરને કેવી રીતે ભૂલી શકીએ. એમ પણ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. કાશ્મીરના પર્વતો, બગીચા અને અનેક પ્રકારના તળાવો તેની સુંદરતામાં વધારો કરે છે. અહીંનું દાલ તળાવ સૌથી પ્રખ્યાત છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે.

હાર્સિલી હીલ્સ એક પ્રકારે સ્વર્ગ છે. જો તમારે પહાડોના દ્રશ્યો જોવા હોય તો નિશ્ચિતરૂપે તમારે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ. જો તમે રોજબરોજના જીવનથી કંટાળી ગયા છો તો અહીં આવીને તમને રાહત મળશે. અહીં તમને તમામ સ્થળે મોન્ગે, ગુલમોહર, દુધિયા ગુલમોહર અને નીલગીરીના ઝાડ મળશે. જો તમને પ્રકૃતિ સાથે સમય પસાર કરવો ગમે છે તો આ સ્થાન તમારા માટે શ્રેષ્ઠ છે. અહીં તમે રેપ્લિંગ, ટ્રેકિંગની પણ મજા લઇ શકો છો.

દાર્જિલિંગ તેના ચાના બગીચાઓ માટે સુપ્રસિદ્ધ છે. જો તમે દાર્જિલિંગની સાચી સુંદરતા જોવા માગતા હોવ તો સવારનો સમય શ્રેષ્ઠ છે. અહીં અનેક પ્રકારના મઠો પણ જોઈ શકાય છે. અહીંનું સ્વચ્છ અને ઠંડીભર્યું વાતાવરણ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે.

કર્ણાટકનો આ વિસ્તાર તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. યહામના ખીણોના નજારા તમારા મનને મોહી લેશે. તમે અહીં આવીને જંગલ અને પર્વતોના સુંદર દ્રશ્યો જોઈ શકો છો. સાથે જ કોફીના બગીચાની અદભુત સુગંધથી તમારું મન તાજગીભર્યું બની જશે.

ઉત્તરાખંડનું ઔલી ભારતના સૌથી ઠંડા સ્થળોમાંથી એક છે. સુરજની કિરણો સાથે અહીંની હરિયાળી કોઈ પણ વ્યક્તિનું મન આકર્ષિત કરે છે. અહીં લોકો ટ્રેકિંગની મજા માણી શકે છે. ઔલીમાં વાતાવરણ હંમેશા ઠંડુ રહે છે. સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે તો અહીં હિમવર્ષા થાય છે. હિમવર્ષા બાદ અહીં આહલાદક દ્રશ્યો જોવા મળે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link