બેગ પેક કરો અને નીકળી પડો! ઉનાળામાં ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા, જોઈ લો લિસ્ટ
ઉનાળાની દ્રષ્ટિએ લદ્દાખ ભારતમાં રજાઓ માટે શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે. લદ્દાખ દરેક બાઇકર માટે સપનાનું સ્થળ છે. લદ્દાખની પહાડીઓ અને તળાવો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. પન્ના પેંગોંગ ત્સો તળાવની મુલાકાત લઈને તમે અપાર શાંતિનો અનુભવ કરશો.
શિમલાનો મોલ રોડ પર્યટકોને સૌથી વધુ આકર્ષે છે. જાખુ હિલ શિમલાથી એક નાનું અને સુંદર સ્થળ છે. અહીં તમે ભગવાન હનુમાનના દર્શન કરી શકો છો. અહીંની વાઈસરીગલ લોજ દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે આ શહેરની સ્થાપનાનો શ્રેય અંગ્રેજોને જાય છે.
માઉન્ટ આબુમાં નક્કી લેક આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં તમે આરામની ક્ષણો વિતાવી શકો છો અને તમે આ તળાવમાં બોટ રાઈડને ક્યારેય નહીં ભૂલી શકો. અહીં સૂર્યાસ્તનો નજારો જોવા જેવો છે. આ સિવાય માઉન્ટ આબુનું દેલવાડા મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે.
કાશ્મીરમાં તમે વિચારી શકો તે બધું છે - તળાવો, હાઉસબોટ, ટેકરીઓ અને બગીચાઓ. અહીં તમે દાલ લેકના પાણીમાં ક્રૂઝ અને ગુલમર્ગમાં ગોંડોલા રાઈડનો આનંદ માણી શકશો. એટલું જ નહીં પરંતુ બોલિવૂડ ફિલ્મો માટે પણ કાશ્મીર શ્રેષ્ઠ લોકેશન આપે છે.
ઉનાળાની ઋતુમાં મુલાકાત લેવા માટે મનાલી ભારતના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. અહીં તમે પેરાગ્લાઈડિંગ, જોર્બિંગ અને ક્વાડ બાઈકિંગ જેવા અનેક એડવેન્ચર કરી શકો છો. જો તમે સ્નોબોલ વડે મિત્રોને ટાર્ગેટ કરવા માંગો છો, તો રોહતાંગ પાસ પર ચોક્કસ જાઓ. તેની નજીક એક પક્ષી અભયારણ્ય પણ છે.